ETV Bharat / city

નવરાત્રિ તેમ જ અન્ય તહેવારોમાં 100થી વધુને ભેગા થવાની મંજૂરીને હાઇકોર્ટમાં પડકારાઈ

કેન્દ્ર સરકારે અનલોક-5માં નવરાત્રિ સહિતના તહેવારોમાં 100થી વધુ લોકોના ભેગા થવા આપેલી છૂટછાટને એડવોકેટ પ્રેમચંદ કોષ્ટી દ્વારા હાઇકોર્ટમાં પડકારાઈ છે. નવરાત્રિ અને દશેરા જેવા તહેવારોમાં હજારો લોકો એકઠાં થતાં હોય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કેસોના આંકડા દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે આ પ્રકારની મંજૂરી ઘાતકી સાબિત થઇ શકે છે. જેથી તેના પર રોક લગાવવા માટે કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

નવરાત્રિ તેમ જ અન્ય  તહેવારોમાં 100થી વધુને ભેગા થવાની મંજૂરીને હાઇકોર્ટમાં પડકારાઈ
નવરાત્રિ તેમ જ અન્ય તહેવારોમાં 100થી વધુને ભેગા થવાની મંજૂરીને હાઇકોર્ટમાં પડકારાઈ
author img

By

Published : Oct 21, 2020, 1:34 PM IST

  • તહેવારોમાં 100 થી વધુ લોકો ભેગા થવા અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
  • અનલૉક-5માં કેન્દ્રે આપેલી છૂટછાટથી કોરોના સંક્રમણ વધવા દલીલ
  • એક એડવોકેટે પીઆઈએલમાં સામાજિક-રાજકીય ઉત્સવો પર પ્રતિબંધની માગ કરી

    અમદાવાદઃ હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેર હિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ મુખ્યપ્રધાનનેે ભલામણ કરવામાં આવી છે. જાહેરહિતમાં નવરાત્રિ, દશેરા સહિતની ઉજવણી સહિત તમામ રાજકીય, સામાજિક ઉત્સવો અને સભારંભો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઇએ. અનલોક-5ની ગાઇડલાઇનમાં કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં 100થી વધુ લોકોને ભેગા થવા છૂટ આપી છે, જે અયોગ્ય અને ગેરવાજબી છે.
  • દરરોજ 1400 કેસ નોંધાય છે
    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રોજ 1400 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાય છે. ત્યારે આ પ્રકારે મંજૂરી આપવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. અને રાજય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અને કેન્દ્ર સરકારની છૂટ નાગરિકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.