- આજથી નહેરુ બ્રિજ પરિવહન માટે કરાયો શરુ
- 45 દિવસ બાદ બ્રીજ જનતા માટે ખુલ્લો મૂકાયો
- એક્સપાન્શન જોઈન્ટનું સમારકામ ચાલતું હોવાથી બ્રીજ કરાયો હતો બંધ
- અન્ય બ્રિજને પણ સમારકામની જરૂરિયાત
અમદાવાદ: શહેરના પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદ સાથે જોડતા નહેરુ બ્રિજને આજે બુધવારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બ્રિજના એક્સપાન્સન જોઇટન્સનું કમ ચાલતું હોવાથી બ્રીજ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રીજનું સમારકામ ચાલતું હોવાથી એલિસબ્રિજ ઉપર પીક અવર્સ દરમિયાન સખત ટ્રાફિક સર્જાતો હતો. પરિણામે લોકોને જે તે સમયે સ્થળ ઉપર પહોંચવામાં સમય પણ લાગતો હતો.
![નહેરુ બ્રીજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-09-naheru-bridge-7200730_28042021172739_2804f_1619611059_849.jpg)
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે રિક્ષાચાલકોની અનોખી સેવા, 10 ઓટો એમ્બ્યુલન્સ કરી શરૂ
શહેરના અન્ય બ્રિજમાં પણ સમારકામની જરૂરિયાત
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના અન્ય બ્રિજમાં પણ એક્સ્પાન્શન જોઈન્ટના સમારકામની જરૂરિયાત છે. જેમાં હાલ ગિરધરનગર બ્રીજનું સમારકામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એલિસ બ્રીજ જેવો ટ્રાફિક અહીં ન સર્જાય તે માટે માત્ર એક સાઈડનો બ્રીજ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફનો બ્રીજ ઉપર ટ્રાફિક ચાલુ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં ચામુંડા બ્રીજનું પણ સમારકામ હાથ ધરવામાં આવશે.
![નહેરુ બ્રીજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11571114_107_11571114_1619620391428.png)