- ગુજરાત કોંગ્રેસને આજે મળી શકે નવા સુકાની
- પ્રમુખ અને વિપક્ષના નામની થઈ શકે આજે જાહેરાત
- ગુજ. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે ગુજરાતમાં કરી શકે નામોની જાહેરાત
અમદાવાદ: ગુજરાતના કોંગ્રેસ (Gujarat Congress) ના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીનું કોકડું છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલું છે. જેને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજસ્થાનના ડો. રઘુ શર્મા (Raghu Sharma) સાથે ગુજરાતના કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં તાજેતરમાં એક બેઠક (Congress leader Rahul Gandhi) યોજાઇ હતી. જેની ફળશ્રુતિ રૂપે હવે ટૂંક સમયમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ (new president) અને વિધાનસભા વિપક્ષી નેતાના નામ જાહેર રવિવારે મોડી સાંજ સુધી થાય તેવી વકી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર થતા પ્રમુખ અને વિપક્ષના નેતાએ આપ્યુ હતું રાજીનામું
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમનું રાજીનામું હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું. તે સમયે જ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું પણ હવે નવા પ્રભારીની નિમણૂક થયા બાદ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી IKDRC કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દેશમાં અવ્વલ
હાર્દિક પટેલ સાથે અન્ય 3 કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવી શકે છે
મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ (new president) OBC સમાજના નેતા હોઈ શકે છે. જગદીશ ઠાકોર (Jagdish Thakor) ને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ગુજરાતના કોંગ્રેસના સંગઠનમાં 4 કાર્યકારી પ્રમુખ જેમાં હાર્દિક પટેલ કાર્યરત રહે તેવી શક્યતા છે, જ્યારે અન્ય 3 કાર્યકારી પ્રમુખ અને 1 પ્રમુખના નામની જાહેરાત રવિવારે મોડી સાંજ સુધી થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષના નેતા પાટીદાર અથવા તો દલિત સમાજના કોઈ નેતાને બનાવવામાં આવી શકે છે.
જગદીશ ઠાકોર પર ગુજ. કોંગ્રેસ પ્રમુખની લાગી શકે મહોર
જગદીશ ઠાકોર (Jagdish Thakor) બોલવામાં ખૂબ જ માહિર છે અને તેઓ સાંસદ રહી ચૂક્યા છે. અગાઉ દિલ્હીમાં જ્યારે કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી ત્યારે પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતાનું સ્થાન વીરજી ઠુમ્મરને મળી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા આ રણનીતિ હોવાની પણ ચર્ચાઈ રહ્યું હતું. વીરજી ઠુમ્મર કોંગ્રેસના અનુભવી નેતા છે તેઓ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ એક વખત સાંસદ પણ રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે. આ ઉપરાંત વિપક્ષી નેતા તરીકે કોળી સમાજના નેતા અને વિધાનસભા ગૃહના અભ્યાસુ પૂંજાભાઇ વંશનું પણ નામ વિપક્ષી નેતા તરીકે પણ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી, 5 સેમ્પલ પોઝિટિવ આવ્યા
ક્યાં પદે કોણના નામ આગળ?
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદને લઈ જગદીશ ઠાકોર (Jagdish Thakor) હાલ સિંગલહેન્ડ આગળ ચાલી રહ્યા છે પરંતુ ભાજપ અંત સમયે સરપ્રાઈઝ આપતી આવી છે. જે ફોર્મ્યુલા પર હવે કોંગ્રેસ પણ કામ કરી રહી છે. જેથી અન્ય નામમાં અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી રહેલા છે. તો બીજી તરફ વિપક્ષના નેતા તરીકે પૂંજાભાઈ વંશ અને વિરજી ઠુમમર સૌથી આગળ રહેલા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે હાર્દિક પટેલ હાલ કાર્યરત છે. તેવામાં અન્ય 3 નામો પણ રાહુલ ગાંધીની બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેને લઈ જ્ઞાતિસમીકરણો બેસાડવા અને જે- તે જ્ઞાતિમાં દુઃખ ન થાય તેને ધ્યાને રાખી 2022ની વિધાનસભા ચૂંટણીને નજરે લઈ 3 કાર્યકારી પ્રમુખની પણ નિમણૂક થઈ છે. તો અન્ય કમિટીના ચેરમેન અને મોટાભાગના જિલ્લાના પ્રમુખ પણ બદલાઈ શકે છે.
હાર્દિક, જીગ્નેશ અને કનૈયા કુમારને રાજ્યોની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી શકે
પ્રમુખ અને વિપક્ષના નેતા આ બન્ને નેતાની નિયુક્તિ સાથે કોંગ્રેસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પાટીદાર અને OBCને પ્રતિનિધિત્વના સમીકરણ પણ સાચવી લેશે. હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત્ રાખવામાં આવશે. તો બીજી તરફ ગુજરાતની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણીઓ માટે પણ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.