અમદાવાદઃ કોરોનાના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારે આ સમયમાં શહેરના ઈન્ટીરિયર ડિઝાઈનરે 300 જેટલી પેઇન્ટિંગ બનાવીને બધાને પ્રભાવિત કર્યા છે. લોકડાઉન દરમિયાન દરેક લોકો કંઈક ને કઈંક નવી પ્રવૃતિ કરવામાં વ્યસ્ત હતાં. ત્યારે કુલીન પટેલે આ સમયગાળા દરમિયાન 300 જેટલા ચિત્રો બનાવ્યા છે.
કોરોનાના કપરા સમયગાળામાં લોકો જ્યારે 24 કલાક ઘરની અંદર બંધ હતા, ત્યારે ઘરમાં રહીને કંઈકને કંઈક નવું શીખી રહ્યાં હતા. આ દરમિયાન કુલીન પટેલ ઇન્ટિરિયર ડિઝાઇનર હોવાની સાથે-સાથે ચિત્રો બનાવવાનો રસ પણ ધરાવે છે. કુલિંગ પટેલ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. દિવસ શરૂ થતાં જ સૌ પ્રથમ તેઓ ચિત્રો બનાવે છે અને ત્યારબાદ ચા પીવે છે. જોકે દિવસનો એક કલાક તેઓ ચિત્રો બનાવવા પાછળ ફાળવે છે.
આ વિશે વધુ વાત કરતા કુલીન પટેલ જણાવે છે કે, મને ચિત્ર દોરવાનું ખૂબ જ શોખ છે જોકે ચિત્રકારોને પ્રેરણાની જરૂર હોય છે, પરંતુ હું જ્યારે કેનવાસ પર કે કાગળ પર કોઈપણ ચિત્ર દોરુ ત્યારે ખબર ન હોય કે હું શું બનાવી રહ્યો છું પરંતુ જેમ-જેમ કલરો કેનવાસ પર કંડારું ત્યારે આપોઆપ સહજતાથી ચિત્ર બનતું જાય છે. અત્યાર સુધી મેં ૩૦૦ જેટલા ચિત્રો બનાવ્યા છે. આ બધા જ ચિત્રો એક્રેલિક કલરનો ઉપયોગ કરી બનાવાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, લોકડાઉનના સમયમાં જ્યારે મારી પાસે કેનવાસ અને કાગળ પુરા થઇ ગયા ત્યારે મેં ઘરમાં રહેલી અલગ અલગ વસ્તુઓ જેમ કે, ખાલી પડેલા બોક્સ, પ્લાસ્ટિકના રેપર, ચશ્માના કવર, મગ, માસ્ક, આ બધા પર ચિત્ર દોરવાનું શરૂ કર્યું. જ્યારે કોઇ પણ તહેવાર આવવાનો હોય ત્યારે તે વિષય પર પણ હું ચિત્રો બનાવું છું. જેમ કે હમણાં જ્યારે શ્રાવણ મહિનો હતો ત્યારે એક શિવલિંગ તૈયાર કર્યું હતું. ગત વર્ષે જ્યારે નવરાત્રી હતી. ત્યારે મેં માતાજીનું ચિત્ર તૈયાર કર્યું હતું. જે બનાવતા મને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો. જોકે ક્યારેક ચિત્રો બનાવવામાં હું એટલો મશહૂર થઈ જવું છું કે આખી રાત પણ હું ચિત્રો બનાવતો રહું છું.
ચિત્રોના શોખીન કુલિંગ પેટેલે કહ્યું કે, હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને આ બનાવેલા મારા ચિત્રો હું મારી જ સાઈટ પર મુકવા માગું છું. આગામી કોઈપણ પ્રોજેક્ટમાં આ ચિત્રોનું હું ઉપયોગ કરીશ અને આવનાર થોડા સમયમાં હું લોકડાઉન સિરીઝ પર એક્ઝિબિશન કરવાનું પણ વિચારું છું.