ETV Bharat / city

CRIME: મૂર્તિકાર પર ફાયરિંગ કેસમાં શખ્સોએ ક્રાઇમ પેટ્રોલ જોઈને ખંડણીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો - AHMEDABAD LOCAL NEWS

લોકડાઉનમાં બેકારી વધતા લોકો ગુના (CRIME) આચરવા તરફ વળ્યા છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી. અમદાવાદ શહેરમાં ફરી એક વાર વેપારીઓમાં ખંડણીખોરનો ખોફ ફેલાયો છે. થોડા દિવસ અગાઉ નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માગી ગબ્બર નામના શખ્શે ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરતા ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

મૂર્તિકાર પર ફાયરિંગ
મૂર્તિકાર પર ફાયરિંગ
author img

By

Published : Aug 1, 2021, 1:55 PM IST

  • બેકારીએ યુવાનોને ગુનો આચરવા મજબૂર કર્યા
  • બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું
  • દેવું થઈ જતા તેના જ સંબધી પર ફાયરિંગ કર્યું

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર વેપારીઓમાં ખંડણીખોરનો ખોફ ફેલાયો છે. ત્યારે ભલે મોટી ગેંગ એક્ટિવ ન હોય પણ કોરોનામાં આવેલી બેકારીએ લોકોને આવા ગુના આચરવા મજબૂર કર્યા છે. જેમાં થોડા દિવસ અગાઉ નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માગી ગબ્બર નામના શખ્શે ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે (CRIME BRANCH) આરોપીઓની ધરપકડ કરતા ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીને દેવું થઈ જતા તેના જ સંબંધી પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

નારોલમાં ખંડણી માંગી ફાયરિંગ કરવાનો મામલો

પોલીસ કસ્ટડીમાં રહેલા શખ્સો પર ખંડણી માંગી ફાયરિંગ (FIREING) કરવાનો આરોપ છે. જેમાં આરોપીઓના નામ છે. જગદીશ ઉર્ફે મોનું પ્રજાપતિ જે કેસનો મુખ્ય આરોપી છે. તેણી સાથેના સાગરિતો પ્રકાશ ઉર્ફે ટીંગુ અને સની ગોચર આ શખ્સોએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ભેગા મળી ફાયરિંગને અંજામ આપ્યો. આ કેસમાં જગદીશે 10,000 આપીને મોબાઇલ ફોનથી ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ધમકી એક સગીર પાસે અપાવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મોબાઈલ મણીનગર પાસે આવેલી એક હોસ્પિટલના ઓટલા પરથી ફુલની લારી વાળાનો ચોરી કર્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે. આ જ મોબાઈલ ફોનથી મૂર્તિકાર વેપારીને 5થી 10 લાખ આપવાની ધમકી ભર્યો કોલ કર્યો હતો.

અલગ-અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કરી

પોલીસે આરોપીને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યું કે લોકડાઉનના લીધે પાંચ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેથી ભોગ બનનારી વ્યક્તિ આરોપી જગદીશના સબંધી હોવાથી તેને જ ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. બાદમાં આરોપીઓએ UP ખાતે જઈને એક દેશી બનાવટનો તમંચો, પાંચ કારટીસ ખરીદ્યા. ત્યારબાદ સમગ્ર ઘટનાનો રોલઆઉટ નક્કી થયો.એક પછી એક બને સગીર આરોપીઓએ અલગ-અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કરી. ચોરી કરેલા મોબાઈલને મુખ્ય આરોપીને આપ્યો અને તેણે આ ફોનથી ધમકી આપી ખંડણી માગી હતી. નવાઈની વાત એ છે કે બંને સગીર આરોપીઓને આ કામના 10,000 આપવાની લાલચ મુખ્ય આરોપી જગદીશે આપી હતી. માત્ર એક નાનકડી રકમની લાલચમાં આ બંને સગીરોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: મૂર્તિ બનાવનારા કારીગર પર ફાયરિંગ

પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા

લોકડાઉનમાં બેકારી વધતા લોકો ગુના આચરવા તરફ વળ્યા છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી. જેમાં રૂપિયા માટે થઈ લોકો ગુના આચરવા લાગ્યા. ત્યારે આવા અનેક અનડીટેકટ ગુના કે જેમાં આવી કહાની આવે છે તે બાબતે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચો: રાપરના સુવઈ ખાતે લગ્નમાં હવામાં ફાયરીંગ કરાતો વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.