- ચૂંદડીવાળા માતાજીના નામે ઓળખાતા હતા પ્રહલાદ જાની
- 92 વર્ષની વયે બ્રમ્હલીન થયા હતા માતાજી
- આજે તેમની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
અંબાજી નાં ગબ્બર વિસ્તારમાં છેલ્લા 93 વર્ષ થી ચુંદડીવાળા માતાજી (ઉર્ફે પ્રહલાદ જાની) નાં હુલામણા નામ થી ઓળખાતા આશ્રમ જ્યાં અન્નજળ અને કુદરતી હાજત વગર જીવતા ચુંદડીવાળા માતાજી નો 92 વર્ષ ની ઉમરે બ્રહ્મલીન થયાં હતા.
સમગ્ર દુનિયામાં ભક્ત
સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં એક એવા જાણીતા સંત હતા ચુંદડીવાળા માતાજી 92 વર્ષ ની ઉમરે બ્રહ્મલીન થયાં હતા. સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં આ એક એવા જાણીતા સંત હતા કે જે 82 વર્ષ થી અન્નજળ વગર અને કુદરતી હાજત કર્યા વગર જીવીત રહ્યા હતા. જેમનાં દર્શન ને આશીર્વાદ થી અનેક લોકો નાં દુખ દુર થતાં હતા.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટની પહેલ: હવે કેદીઓ કેસની અરજીનું પોતે જ કરી શકશે ઈ-ફાઈલિંગ, LIVE જોઈ શકશે કોર્ટની કાર્યવાહી
ભક્તોમાં નિરાશા
તેમના અવસાન થયાં બાદ તેમના ભક્તો માં ભારે નિરાશા જોવા મળતી હતી. આજે(સોમવારે) તેમના 93 માં જન્મદિવસ પ્રસંગે ચુંદડીવાળા માતાજીની પ્રતિમા તેમની જ સમાધી ઉપર બેસાડી અમદાવાદ જગન્નાથ મંદિરનાં મહંતશ્રી દિલિપદાશજી મહારાજનાં સાનિધ્ય માં પુજાપાઠ કરી ચુંદડીવાળા માતાજીની મુર્તી ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?
આલૌકીક સંત
દિલિપદાશજી મહારાજે જણાવ્યુ હતુ કે ચુંદડીવાળા માતાજી એક અલૌકીક સંત હતા અને તેમને અનેક લોકોનાં દુખ દર્દ દુર કર્યા છે. જ્યારે તેઓ બ્રહ્મલીન થયાં છે ત્યારે ભક્તોને તેમના આશીર્વાદ મુર્તી સ્વરૂપે સદાય મળતાં રહે અને ભક્તો ને પણ ચુંદડીવાળા માતાજી ની પ્રતિમાનાં દર્શન કરી સંતોષની લાંગણી વ્યક્ત થાય તેવાં શુભ આશ્રય થી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.