અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર વિશ્વાસ ભામબુરકર તરફે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. બંધારણમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં લૉકડાઉન જેવા શબ્દનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાધીશો દ્વારા લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે સામાન્ય નાગરિકોના બંધારણના અનુચ્છેદ 14 અને 19નું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
![લૉકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીને હાઈકોર્ટે માન્ય રાખી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8189323_lockdown_7204960.jpg)
નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં જનતા કરફ્યુ બાદ 21 દિવસ લૉકડાઉન જારી કર્યું હતું અને ત્યારપછી સળંગ 4 વખત લૉકડાઉન લંબાવ્યું છે. લૉકડાઉનને લીધે શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ઘરે જતી વખતે મૃત્યુ પણ પામ્યાં હતાં.