અમદાવાદ: અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી પેટાચૂંટણીને મોકૂફ રાખવામાં આવે. રાજનૈતિક દળ દ્વારા આ ચૂંટણીને લઈને બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લગ્નમાં 50 અને મૃત્યુમાં 20 લોકોથી વધુએ હાજર ન રહેવાનો પરિપત્ર છે અને તમામ લોકોએ છ ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે ત્યારે ચૂંટણી કઈ રીતે યોજાઇ શકે.