હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં આરોપીને કોઈપણ પ્રકારની રાહત ન આપતાં આરોપીને ફાંસીની સજા યથાવત રાખી છે. વર્ષ 2018માં સુરતના લિંબાયત વિસ્તારમાં માસુમ બાળકી સાથે આઘાતજનક કિસ્સો બન્યો હતો. સુરતની ટ્રાયલ કોર્ટે કેસમાં ચાર્જ ફ્રેમ થયાના 5 મહિનામાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. અરજદાર અનિલ યાદવ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતી અરજી મુદે સરકારે 4 મહિનામાં જ પુરતા પુરાવા અને દસ્તાવેજ રજૂ કરતા તેને આધાર માનીને હાઈકોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તેમજ આરોપી પર માસુમ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, દુષ્કર્મ અને પુરાવા નષ્ટ કરવાના ગંભીર ગુનો દાખલ કરાયો હતો.
28મી ઓક્ટોબર 2018ની સાંજે બાળકી પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી. તેનો શબ આગલા દિવસે યાદવના ઘરમાંથી મળ્યો હતો. શબને પ્લાસ્ટીકની બેગમાં મૂકવામાં આવ્યો હતો. યાદવ છોકરીને શોધવા ગયો હતો. જો કે, બાદમાં ભાગી છુટયો હતો. તેમજ તેનું ઘર પણ અંદરથી લોક હતું. આ પીડિત બાળકીનું પરિવાર અને આરોપીનું પરિવાર એકજ બિલ્ડિંગમાં રહેતા હતા. દુષ્કર્મની ઘટના બાદ યાદવ પોતાના વતન બિહાર ભાગી છુટયો હતો. ત્યારબાદ 19મી ઓક્ટોબરે પોલીસે આરોપીને બિહારના બકસર જીલ્લામાંથી ધરપકડ કરી હતી.