- દુબઈથી લાવેલા એપલ વોચ અને આઇફોનની જપ્તી મામલે હાઈકોર્ટમાં સુનાવણી
- કોટે કસ્ટમ વિભાગને કર્યો પ્રશ્ન
- જો વ્યક્તિ દંડ ભરવા તૈયાર છે તો કેમ દંડ લેતા નથી: કોર્ટ
અમદાવાદ: શહેરના એરપોર્ટ ઉપર એક પ્રવાસીની પાસે તાપસ દરમિયાન 24 આઇફોન (IPhone) અને એપલ વોચ મળી આવતા કસ્ટમ વિભાગે (Custom department) આ તમામ સામાન જપ્ત કર્યો હતો. જે બાદ કસ્ટમ વિભાગે બે મહિનામાં વ્યક્તિને દંડની રકમ ભરવા માટે જણાવ્યું હતું. માર્ચ 2021 માં વ્યક્તિ તમામ દંડ ભરવા તૈયાર હતો પરંતુ તેમ છતાં કસ્ટમ વિભાગ તરફથી કોઈ જવાબ ન મળતાં તેણે વારંવાર રજૂઆત કરી હતી. જે બાદ રજૂઆતનો કોઇ ઉકેલ ન આવતા અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં પીટીશન કરવામાં આવી હતી. આ મામલે મંગળવારે સુનાવણી દરમિયાન કસ્ટમ વિભાગના અધિકારીને હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યો હતો. જે અંગે બુધવારે સુનાવણી કરતા કોર્ટે કસ્ટમ વિભાગને જવાબ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ 12 થી 14 ઓગસ્ટ સુધી રહેશે બંધ, 17 ઓગસ્ટથી શરુ થશે પ્રત્યક્ષ સુનાવણી
વ્યક્તિએ 60 દિવસમાં પૈસા ભરવાના હતા: કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશ્નર
સુનાવણી દરમિયાન કસ્ટમ વિભાગ (Custom department) ના ડેપ્યુટી કમિશ્નરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, વ્યક્તિએ 60 દિવસમાં પૈસા ભરવાના હતા. આ માટે કસ્ટમ વિભાગે (Custom department) તે વ્યક્તિની જાણ પણ કરી હતી. વધુમાં કસ્ટમ વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, તેમના કાર્યાલય તરફથી વ્યક્તિને ઓનલાઇન પેમેન્ટ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે પેમેન્ટ કર્યું નહીં. તે દિવસ પછી તેમને આ મુદ્દે અપીલ કરવી પડે જે બાદ પેમેન્ટ કરી શકે. જોકે કોર્ટમાં સુનાવણી દરમિયાન ડેપ્યુટી કમિશ્નરે બાહેધરી આપી હતી કે, હવે તેમને તમામ વિગતો આપવામાં આવશે.
આ પણ વાંચો: પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી