- કોલેજમાં પ્રત્યક્ષ શિક્ષણનો મામલો
- પૂરી ફી વસૂલવાના નિર્ણય સામે થઇ અરજી
- ખંડપીઠે અરજી નોટ બીફોર મી કરી
અમદાવાદઃ કોલેજમાં ફિઝિકલ ભણતર ચાલુ ન હોવા છતાં પૂરેપૂરી ફી વસૂલવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં થયેલી અરજીને જસ્ટિસ આર.એમ છાયા અને જસ્ટિસ આર.પી ધોલરિયાની ખંડપીઠે અરજીને 'નોટ બીફોર મી' કરી હતી. કોરોના મહામારીને કારણે એકતરફ શેક્ષણિક સત્ર રાબેતા મુજબ શરુ નથી કરાઈ શકાયું, ત્યારે બીજી તરફ ટ્યુશન ફીના બદલે પૂરેપૂરી ફી વસૂલવા કોલેજો દબાણ કરી રહી હોવાને લઇ નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે, કોર્ટની ખંડપીઠે અરજીને સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. હાઇકોર્ટની ખંડપીઠે કેસને નોટ બીફોર મી કરતાં કેસને ચીફ જસ્ટિસ સમક્ષ મોકલવામાં આવશે. આગામી સમયમાં અન્ય બેન્ચ સમક્ષ આ અરજીની સુનાવણી થશે.
આ પણ વાંચોઃ ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ