ETV Bharat / city

નકલી નોટ કેસમાં સપડાયેલા પાક નાગરિકને હાઈકોર્ટે વતન પરત ફરવાની મંજૂરી આપી

નકલી નોટ કેસમાં ગત 4 વર્ષથી ભારતમાં ફસાયેલા પાકિસ્તાની નાગરિકને ગુજરાત હાઈકોર્ટે વતન પરત ફરવા માટે મંજૂરી આપી દીધી છે. ગત અઠવાડિયા દરમિયાન સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની નાગરિકને નકલી નોટ કેસમાં ક્લીન ચીટ આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ETV BHARAT
નકલી નોટ કેસમાં સંપડાયેલા પાક નાગરિકને હાઈકોર્ટે વતન પરત ફરવાની મંજૂરી આપી
author img

By

Published : Aug 24, 2020, 10:58 PM IST

Updated : Aug 25, 2020, 7:47 AM IST

અમદાવાદઃ નકલી નોટ કેસમાં ગત 4 વર્ષથી ભારતમાં ફસાયેલા પાકિસ્તાની નાગરિકને ગુજરાત હાઈકોર્ટે વતન પરત ફરવા માટે મંજૂરી આપી દીધી છે. ગત અઠવાડિયા દરમિયાન સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની નાગરિકને નકલી નોટ કેસમાં ક્લીન ચીટ આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાની નાગરિકને પોતાના વતન પરત ફરવાની મંજૂરી આપતા સુરત રેલવે DSPને અરજદારને NOC અને ફોરેન રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસને 7 દિવસ સુધીમાં એક્ઝીટ વિઝા ઉપલબ્ધ કરાવવનો આદેશ કર્યો છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે નકલી નોટ કેસમાં પાકિસ્તાની નાગરિકને નિર્દોષ જાહેર કરાતા રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

નકલી નોટ કેસમાં સંપડાયેલા પાક નાગરિકને હાઈકોર્ટે વતન પરત ફરવાની મંજૂરી આપી

આ મુદ્દે વાતચીત કરતા પાકિસ્તાની નાગરિક સજ્જાદ વોરાના વકીલ ઓમ.કોટવાલે જણાવાયું હતું કે, નકલી નોટ કેસમાં સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તમામ ન્યાય પાલિકા દ્વારા પાકિસ્તાની નાગરિકને ક્લીન ચીટ આપી છે અને ગુજરાત હાઇકોર્ટે અરજદારને વતન પરત ફરવા મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઈકમિશ્નરએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના નાગરિકનો કબજો મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

લગભગ 4 વર્ષ પહેલા લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાની નાગરિક ભારત આવ્યો હતો અને ત્યાં નકલી નોટ કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

Last Updated : Aug 25, 2020, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.