- સાબરમતી નદીને દૂષિત કરનારા સામે હાઇકોર્ટ એક્શનમાં
- STP પ્લાન્ટમાંથી પ્રદુષિત પાણી નદીમાં ઠાલવતા કોર્ટે સુઓમોટો દાખલ કરી
- મનપા આવા એકમો સામે દંડ પણ ન કરતી હોવાનો ઉલ્લેખ
અમદાવાદ: પૂજ્ય બાપુની સાબરમતી નદીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ નદીમાં પ્રદુષિત પાણી ઠાલવવા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. એક દૈનિક સમાચાર પત્રમાં આવેલા સમાચારને ટાંકી કોર્ટે સુઓમોટો દાખલ કરી છે. કોર્ટે નોંધ્યું છે કે STP (સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માંથી છોડતું પાણી કોઈ પણ ધારા ધોરણ વિના જ નદીમાં મુક્ત કરવામાં આવી રહ્યું છે અને મનપા આવા એકમોને દંડ પણ કરતી નથી.
20 ઓગસ્ટે સૂનવણી હાથ ધરવામાં આવશે
કોર્ટે અહીં નોંધ્યું છે કે કંપની STP ના નક્કી કરાયેલ BOD અને COD ના ધોરણોનું પાલન કર્યા વિના પાણી નદીમ છોડી રહી છે. તેમ છતાં મનપા આ સામે કોઈ પગલાં લેતી નથી. આ ઉપરાંત પીરાણા ખાતે આવેલા STP પ્લાન્ટને પણ છેલ્લા 9 વર્ષથી ઉપગ્રેડ નથી કરવામાં આવ્યો. કોર્ટે નોંધ્યું છે કે 9 વર્ષથી 180 MLD ક્ષમતાનો પ્લાન્ટ 58 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું પણ શરુવાતથી જ અહીં ગટરની લાઈનો યોગ્ય રીતે નાખવામાં નથી આવી. હાઇકોર્ટ આ મુદ્દે 20 ઓગસ્ટ વધુ સુનાવણી હાથ ધરશે.
આ પણ વાંચો: 5 વર્ષની ઉજવણી નિમિતે મહાત્મા મંદિર ખાતે વિકાસ દિનની ઉજવણી કરવામાં આવશે
શું છે સમગ્ર મામલો?
સમગ્ર શહેરના ડ્રેનેજના પાણીને STP પ્લાન્ટસમાં લઇ જઇ તેનું ટ્રીટમેન્ટ કર્યા બાદ જ તેને નદીમાં મુક્ત કરવામાં આવે છે. આ માટે AMC એ ખાનગી કંપનીઓને કોન્ટ્રાકટ આપ્યો છે. પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટમાં નક્કી કરાયેલા COD, BOD ના ધારા- ધોરણો મુજબ પાણીને ટ્રીટ કર્યા વિના જ નદીમાં મુક્ત કરવામાં આવી રહ્યું છે. જેનાથી સાબરમતી નદી દિવસે ને દિવસે પ્રદુષિત થઈ રહી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કાર્યક્રમમાં નિકાસકારોને સંબોધ્યા