- દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્યએ નવા વિમાનની ખરીદી અંગે કર્યા સવાલ
- ગુજરાત સરકારે 197 કરોડ રૂપિયામાં વિમાન ખરીદ્યુ
- નવા વિમાનની ખરીદી અંગે ઉડ્ડયન પ્રધાને આપ્યો જવાબ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. તે દરમિયાન દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકાર દ્વારા નવા વિમાનની ખરીદીની મંજૂરીને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જેનો નાગરિક ઉડ્ડયન પ્રધાને જવાબ આપ્યો છે. ગુજરાત સરકાર માટે ખરીદવામાં આવેલા આ વિમાનનો હજુ સુધી કોઇએ ઉપયોગ કર્યો નથી.
શૈલેષ પરમાર દ્વારા ઉડ્ડયન પ્રધાને પૂછવામાં આવ્યો સવાલ
26-8-2019ના રોજ રાજ્ય સરકાર દ્વારા નવું વિમાન ખરીદવાની મંજૂરી આપવામાં આવેલી હતી. તે હકીકત સાચી છે. તેવો સવાલ શૈલેષ પરમારે નાગરિક ઉડ્ડયન પ્રધાને પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું કે હા, આ વાત સાચી છે. જો હા, તો 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ વિમાન રાજ્ય સરકારને ક્યારે મળ્યું છે. જવાબમાં નાગરિક ઉડ્ડયન પ્રધાનએ જણાવ્યું કે, રાજ્ય સરકારને આ વિમાન 14 ઓક્ટોબર 2019ના રોજ મળી આવ્યું હતુ. દાણીલીમડાના ધારાસભ્યએ આ વિમાન માટે કંપનીને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તે સવાલ પણ કર્યો હતો. જેનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે, આ વિમાન માટે કંપનીને USD 27,647,00ની સમકક્ષ રૂપિયા 197,90,22,366 ચૂકવવામાં આવ્યા છે.
વિમાનની વિશેષતા
અમેરિકા ઈનોવેટર બિલ લિયરે આ બિઝનેસ ચાર્ટરનું પ્રથમ વખત નિર્માણ કર્યું હતું. આ ચેલેન્જર સિરીઝનું પાંચમું એરક્રાફ્ટ છે, જે અત્યાધુનિક સુવિધાઓથી સજજ હોવાની સાથે 12 યાત્રીઓને લઈને એક વખતમાં લગભગ 7000 કિમી લાંબી યાત્રા કરી શકે છે. તેની સ્પીડ 870 કિમી પ્રતિ કલાક છે.
વિમાનનું મેઇન્ટેનન્સ કેટલા સમયમાં કરવામાં આવી રહ્યું છે ?
શૈલેષ પરમારે પૂછ્યુ કે, ઉક્ત વિમાનનું મેઇન્ટેનન્સ ઉક્ત કંપની દ્વારા કેટલા સમય સુધી ફ્રીમાં કરવામાં આવનાર છે? જવાબ આપતા સરકારે જણાવ્યું કે, ઉક્ત કંપની મેઇન્ટેનન્સની કામગીરી કરતી ન હોવાથી, પ્રશ્ન ઉભો થતો નથી. મહત્વપૂર્ણ છે કે ગુજરાત સરકાર દ્વારા આ વિમાન ખરીદવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા અન્ય VVIP વિમાનનો ઉપયોગ કરી શકશે.