- રાજ્યમાં ઠેર-ઠેર હોલિકા દહનના પાવન પર્વની ઉજવણી
- લોકોએ સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી
- હોળીની પ્રદક્ષિણા કરી મમરા, ધાણી, ખજૂર અર્પણ કર્યા
અમદાવાદ: કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યભરમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક રીતે હોળી પ્રગટાવીને હોળીની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે આ પૌરાણિક પરંપરા લોકોમાં આજે પણ જળવાઈ રહી છે.
આ પણ વાંચો: બાબા રામદેવે પતંજલિમાં ફૂલોની હોળી રમી
હોળીની જ્વાળા જે દિશામાં જાય છે તે પ્રમાણે આગામી વર્ષ કેવું જશે તેનું અનુમાન
જયોતિષશાસ્ત્ર મુજબ હોળીની જ્વાળાઓ ઉપરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. હોળીની જ્વાળા જે દિશામાં જાય છે તે પ્રમાણે આવનાર વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ પાવન પર્વની ઉજવણીમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકોએ કોરોના ગાઇડલાઈનું ચુસ્તપણે પાલન કર્યું હતું. જ્યારે લોકોએ હોલિકા માતાની પૂજા-અર્ચના કરીને કોરોના મહામારીને નાથવા પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: રામલલા કેસરિયા રંગથી રમશે ધુળેટી, પહેરશે સફેદ કપડા