- અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે
- કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે
- વધુને વધુ વિદ્યાર્થીઓને તક મળે એ માટે આ વર્ષના બજેટમાં પ્રથમ વખત જોગવાઈ
અમદાવાદ: રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને અત્યાર સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, JEE, NEETની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં મુશ્કેલી સર્જાતી હતી. ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા મોટી ફી વસૂલી શિક્ષણ આપવામાં આવતું હતું. જેમાં સરેરાશ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકતા ન હતા. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બજેટમાં રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: IIT ગાંધીનગર રિસર્ચ: અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ
વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપી શકશે
રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓનું તૈયારી કરવા માટે સરકાર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપી શકશે. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે તે માટે જોગવાઈ કરાઈ છે. જેમાં તાલીમ મેળવીને ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે. આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ તેના આધારે તેઓ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો ક્વૉટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે.
આ પણ વાંચો: JEE ટ્યુશન ક્લાસીસ ચલાવતાં યુવરાજ પોખરનાએ પોતાના જન્મદિવસ પર 2000 કિલો પુસ્તકોનું કર્યુ દાન