ETV Bharat / city

અમદાવાદ: PSIનું કોરોનાથી મોત થતાં સરકારે રૂપિયા 25 લાખની સહાય ચુકવી - police commissioner gave check

કોરોના વાઈરસનું સંક્રમણ પોલીસ વિભાગમાં પણ ફેલાયું હતું. જેમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે પૈકી કેટલાંક પોલીસ કર્મચારીઓના કોરોનાથી મોત પણ થયા હતા. જે અંગે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે તે મુજબ કોરોના વોરિયર્સના પરિજનોને રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવે છે. નરોડા પોલીસ સ્ટેશનના PSIનું પણ કોરોનાને કારણે મોત થતાં સરકાર તરફથી પોલીસ કમિશનરના હસ્તે તેમના પરિવારને રૂપિયા 25 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Dec 3, 2020, 8:34 PM IST

  • કોરોનાથી સંક્રમિત થયા બાદ થયું હતું મોત
  • નરોડા પોલીસ મથકના PSIના પરિજનોને અપાઈ રૂપિયા 25 લાખની સહાય
  • સરકાર તરફથી પોલીસ કમિશનરે આપ્યો પરિવારને ચેક
  • 38 વર્ષથી ફરજ બજાવતા હતા પોલીસકર્મી

અમદાવાદ: કોરોના વાઈરસનું સંક્રમણ પોલીસ વિભાગમાં પણ ફેલાયું હતું. જેમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે પૈકી કેટલાંક પોલીસ કર્મચારીઓના કોરોનાથી મોત પણ થયા હતા. જે અંગે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે તે મુજબ કોરોના વોરિયર્સના પરિજનોને રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવે છે. નરોડા પોલીસ સ્ટેશનના PSIનું પણ કોરોનાને કારણે મોત થતાં સરકાર તરફથી પોલીસ કમિશનરના હસ્તે તેમના પરિવારને રૂપિયા 25 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

પોલીસ વિભાગમાં છવાઈ દુ:ખની લાગણી

એ.એન.ભટ્ટ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 1982માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. બાદમાં PSI સુધી પહોંચ્યા હતા. પોતાની ફરજ દરમિયાન તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને ગત 20 સપ્ટેમ્બરે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમણે પોતાના જીવનના 38 વર્ષનો સમય પોલીસ વિભાગને આપ્યો હતો. જેથી તેમના મોતથી પોલીસ ખાતામાં પણ દુઃખની લાગણી છવાઈ હતી.

અત્યાર સુધી 980 જેટલા પોલીસ જવાન થયા સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીમાં અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસના 980 જેટલા જવાન કોરોનાથી સંક્રમિત થયા હતા. જે પૈકી 11 જેટલા કર્મચારીઓના મોત થયા હતા. કોરોનાથી મોત થતાં સરકાર દ્વારા તેમને રૂપિયા 25 લાખની સહાય પણ જાહેર કરવામાં આવી હતી. તે મુજબ PSI ભટ્ટના પરિવારને પણ સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેને સરકાર વતી પોલીસ કમિશનરે અર્પણ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.