ETV Bharat / city

સરકારે 'પરમ સાવક' સુપર કોમ્પ્યુટ GTUને ફાળવ્યું - અમદાવાદના તાજા સમાચાર

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હોવાનું બહુમાન ધરાવે છે. ટેક્નિકલ શિક્ષણમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે GTU દરેક પ્રકારે કટીબદ્ધ હોય છે. GTUની આ કાર્યકુશળતાને બિરદાવવાના ભાગરુપે જ તાજેતરમાં ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા GTUને પરમ સાવક સુપર કોમ્યુટર ફાળવવામાં આવ્યું છે.

ETV BHARAT
સરકારે 'પરમ સાવક' સુપર કોમ્પ્યુટ GTUને ફાળવ્યું
author img

By

Published : Oct 8, 2020, 1:44 AM IST

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હોવાનું બહુમાન ધરાવે છે. ટેક્નિકલ શિક્ષણમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે GTU દરેક પ્રકારે કટીબદ્ધ હોય છે. GTUની આ કાર્યકુશળતાને બિરદાવવાના ભાગરુપે જ તાજેતરમાં ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા GTUને પરમ સાવક સુપર કોમ્યુટર ફાળવવામાં આવ્યું છે. \

GTUના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પરમ સાવકની મદદથી આગામી દિવસોમાં નેટવર્ક ટેક્નોલોજી, સાયબર સિક્યોરીટી, ફાર્મસી તથા દરેક શાખામાં ચાલતાં સંશોધન કાર્યને વેગ મળશે. આ ઉપરાંત GTU સંલગ્ન તમામ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ સંશોધન માટે લાભ મળશે.

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા GTUને ફાળવવામાં આવેલા પરમ સાવક સુપર કોમ્યુટરનું નિર્માણ સી-ડેક દ્વારા કરવામાં આવ્યું છે. આ સુપર કોમ્યુટર X-86 બેઈઝ્ડ લેટેસ્ટ ઈન્ટેલ પ્રોસેસર , 96 GB રેમ અને 16 TB સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત હાય પરફોર્મન્સ કોમ્પ્યુટીંગની મદદથી બિગ ડેટા એનાલિસીસ અને રિસર્ચ સંબધિત કાર્યો ટૂંકાગાળામાં સફળતાપૂર્વક કરી શકાશે.

એન્જિનિયરીંગ, ફાર્મસી અને મેનેજમેન્ટ શાખાના રિસર્ચર્સ અને સ્ટુડન્સના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ નેટવર્ક એનાલિસીસ, ડિજિટલ ફોરેન્સિક એનાલિસીસ, સાયબર સિક્યોરિટી, ડિઝાઈન સોફ્ટવેર, ઓટોમેશનને લગતાં તમામ પ્રોજેક્ટ, મોબોઈલ અને નેટવર્ક કોમ્યુનિકેશન માટેના રિસર્ચ તથા આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ અને બ્લોક ચેઈન ટેક્નોલોજીમાં પણ સુપર પરમ સાવક કોમ્યુટર મદદરૂપ થશે. આ ઉપરાંત GTU દ્વારા ચલાવવામાં આવતા તમામ કોર્સના યુજીથી લઈને પી.એચડી સુધીના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં સુપર કોમ્યુટરનો લાભ મળશે.

આ અંગે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એન.ખેરે જણાવ્યું હતું કે, સરકારે GTUને આપેલા પરમ સાવરથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વધુ એક સરળતાથી સફળતા પ્રાપ્ત થશે. આ પરમ સાવર પ્રાપ્ત કરવા બદલ તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, GTU સંલગ્ન 486 કૉલેજો સમગ્ર ગુજરાતમાં જોડાયેલી છે. કૉલેજોમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કીટેકચર, કોમ્પ્યુટર સાયન્સ, ફેકલીટીના અન્ડર ગ્ર્જ્યુએટથી માંડીને Ph.D સુધીના અભ્યાસક્રમ ચાલે છે. જેમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.