ETV Bharat / city

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે આવ્યા આનંદના સમાચાર, ત્રીજી લહેર વચ્ચે પણ... - રાજ્યમાં વધતા કોરોના

રાજ્યમાં એક તરફ કોરોના (Corona Third wave in Gujarat)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર છેલ્લા 16 દિવસમાં જ 90 હજારથી વધુ કેસો નોંધાયા છે. જો કે, વધતા કોરોના વચ્ચે પણ આનંદના સમાચાર તે છે કે ત્રીજી લહેર વચ્ચે પણ હોસ્પિટલાઈઝેશ ખુબ જ ઓછું છે. હજુ રાજ્યમાં 92થી 98 ટકા બેડ ખાલી અવસ્થામાં છે.

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે આવ્યા આનંદના સમાચાર, ત્રીજી લહેર વચ્ચે પણ...

author img

By

Published : Jan 17, 2022, 8:28 PM IST

Updated : Jan 17, 2022, 9:00 PM IST

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાવાયરસનો રાફડો (Corona Third wave in Gujarat) ફાટી રહ્યો છે, તેવામાં જાન્યુઆરી માસના પ્રથમ 15 જ દિવસમાં કોરોનાના 95 હજાર જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે, આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંક 9 લાખને પાર થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 9 લાખથી વધુ લોકો સંક્રમિત કેસમાંથી 10,159 લોકોના મૃત્યુ (Death by corona in Gujarat) થયા છે, જ્યારે 8,52,471 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં કુલ 63,610 કેસો એક્ટિવ છે.

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે આવ્યા આનંદના સમાચાર, ત્રીજી લહેર વચ્ચે પણ...

5 લાખ કેસ થવામાં માત્ર 10 દિવસનો સમય

ગુજરાત રાજ્યમાં કોરોનાનો સૌપ્રથમ કેસ (First corona case in Gujarat) વર્ષ 2020માં 19 માર્ચે નોંધાયો હતો. જેમાં કોરોનાના પ્રથમ 1 લાખ કેસો માત્ર 10 મહિના બાદ એટલે કે 3 સપ્ટેમ્બર 2020માં પુરા થયા હતા. 2 લાખ કેસ પુરા થવામાં માત્ર 82 દિવસ થયા હતા. જ્યારે 3 લાખ કેસોમાં 137 દિવસ થયા હતા. 4 લાખ કેસોમાં 21 દિવસનો સમય લાગ્યો હતો. 5 લાખ કેસ થવામાં માત્ર 10 દિવસનો સમય, જ્યારે 6 લાખ કેસ થવામાં 6 દિવસનો, 7 લાખ કેસ થવામાં 8 દિવસ, જ્યારે 8 લાખ કેસ થવામાં 16 દિવસનો સમય થયો હતો, 27 મે 2021ના કોરોનાના 8 લાખ કેસો પુરા થયા હતા. આમ 8થી 9 લાખ કેસ પુરા થવામાં 238 દિવસ થયા હતા. આ સ્થિતિએ 8 લાખથી 9 લાખ કેસની ગતિ ધીમી રહી હતી.

1200 બેડ હોસ્પિટલમાં કુલ 300 બેડ રિઝર્વ

અમદાવાદ શહેરમાં આવેલ સરકારી SVP હોસ્પિટલ અને LG હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં પણ પથારીઓ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. આઇસોલેશન બેડ 1314, ઓક્સિજન બેડ - 2746, ICU વીથઆઉટ વેન્ટિલેટર - 448, ICU વીથ વેન્ટિલેટર - 706 રહેલા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ 170થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ખાનગી હોસ્પીટલમાં કુલ 2150 બેડમાંથી 95થી 98 ટકા એટલે કે 1980થી વધુ બેડ ખાલી છે. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં કુલ 300 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે. જેમાં 160 ICU બેડ અને અન્ય ઓક્સિજન બેડ રહેલા છે. હાલ 1200 બેડ હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 15 દર્દીઓ બાયપેપ, વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ અન્ય દર્દીઓ ઓક્સિજન પર સ્વસ્થ છે. SVP હોસ્પિટલમાં પણ 70થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, આમ અમદાવાદમાં કુલ 24,134થી વધુ કેસો સામે માત્ર 230થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે.

ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં દર્દીઓમાં વધારો

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના છેલ્લા બે દિવસો દરમિયાન શહેરની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને એચડીયુમાં સારવાર લેતા દર્દીઓમાં વધારો થયો છે બે દિવસમાં વેન્ટિલેટર પર સારવાર લેતાં 3 દર્દી અને આઈસીયુમાં 3 અને એચડીયુમાં 17 દર્દીઓનો વધારો થયો છે, જ્યારે આઇસોલેશનમાં 87 દર્દી સારવાર હેઠળ છે. આ સાથે જ મ્યુનિસિપલ સંચાલિત SVP હોસ્પિટલમાં 70થી વધુ દર્દીઓ રહેલા છે. જેમાં 14 ઓક્સિજન પર, 5 બાયપેપ પર, 3 વેન્ટિલેટર પર જ્યારે બાકીના દર્દીઓ આઇસોલેશન બેડ પર છે. મોટાભાગના દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

જૂનાગઢમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોરોના વોર્ડમાં 950 જેટલા બેડ હાલ ખાલી અવસ્થામાં છે. ગત 10મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી સુધીમાં કુલ 350 સંક્રમિત કેસો સામે આવ્યા હતા. જે પૈકીના 282ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા 10 દિવસ દરમિયાન આવેલા 68 જેટલા સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.

કચ્છમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?

કચ્છમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં હાલ એક્ટિવ કેસો - 695, બેડની સુવિધા - 3984 જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માત્ર 19 રહેલા છે.

સુરતમાં શું છે પરિસ્થિતિ?

સુરતમાં અત્યાર સુધી કુલ 1,36,360 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જેમાં કુલ 1,637ના મૃત્યુ થયા છે. હાલ સુરતમાં 17,743 એક્ટિવ કેસો રહેલા છે. જે પૈકી કુલ 322 દર્દીઓ સુરતની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ 1500 બેડ કોરોના દર્દીઓ માટે છે, જેમાં 78 લોકો દાખલ છે. તો બીજી તરફ સ્મિમેર હોસ્પિટલમાં 941 બેડ દર્દીઓ માટે છે. જેમાં 37 લોકો દાખલ છે.

વડોદરા શહેર અને જિલ્લામાં શું છે પરિસ્થિતિ?

વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 6,402 કેસો એક્ટિવ છે. જેમાં હોસ્પિટલમાં 196 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલ વડોદરામાં 1200 બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દી માટે રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં શું છે પરિસ્થિતિ?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 1500 બેડ કોરોનાના છે, તેમજ 100 બેડ પોર્ટેબલ હોસ્પિટલમાં ખાલી છે, જેમાં અત્યાર સુધીમાં 40 દર્દીઓ દાખલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલ મળીને રાજકોટમાં કુલ 3 હજાર કરતા વધુ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

ભાવનગરમાં શું છે પરિસ્થિતિ?

ભાવનગરની વાત કરીએ તો હાલ કોરોનાના કુલ 1,441 એક્ટિવ કેસો રહેલા છે. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 1,030 બેડ કોરોનાના દર્દીઓ માટે છે. હાલ 5 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ 1,025 બેડ હાલ ખાલી છે.

રામબાણ ઈલાજ વેક્સિન-ડો.જોષી

અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડટ રાકેશ જોશીએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશન ખુબ જ જરૂરું છે. રાજ્યમાં 99 ટકા વેક્સિનેશન થયું જેના કારણે કોરોના સામે લડવા ઇમ્યુનિટી પાવર ખુબ જ વધી ગયો છે. જેથી હાલ રાજ્યમાં કોરોનાના કેસો ખુબ જ વધુ છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા નહિવત બરાબર છે. જેથી જેમને પણ વેક્સિન ન લીધી હોય તેમને વેક્સિન લઈ લેવી જરૂરી છે. તો બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના ગયો નથી, તે મહત્વપૂર્ણ વાત છે. જેને સ્વીકારવી પણ જરૂરી છે. હાલ લોકો ફેન્સી અને કાપડના અલગ-અલગ માસ્ક અથવા દુપટ્ટો બાંધતા હોય છે. જેમને હવે ચેતી જવુ જરૂર છે. કોરોનામાં સાવચેતી રાખવા N95 માસ્ક પહેરવું જરૂરી છે. હાલ રાજ્યમાં કોરોના ખુબ જ ઝડપથી વક્રી રહ્યો છે, પરંતુ જેમને વેક્સિન લીધી છે, તેમને હોસ્પિટલમાં સુધી આવવું પડતું નથી જ્યારે જે દર્દીએ વેક્સિન લીધી નથી, લેવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડટ તરીકે તમામ લોકોને અપીલ કરું છું કે, વહેલી તકે વેક્સિન લગાવી લેવી જોઈએ છે.

આ પણ વાંચો:

અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?

Last Updated : Jan 17, 2022, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.