ETV Bharat / city

અમદાવાદમાં પત્નીને માર મારી પુત્રી પર નજર બગાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો - ગુજરાતમાં ક્રાઇમની ઘટના

અમદાવાદ શહેરમાં અભદ્ર કિસ્સો સામે આવ્યો છે. બાથરૂમમાં સ્નાન કરતો બાપ સગીર પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ ઘસવા મજબૂર કરતો હતો. પિતાની હરકતથી વિકટ સ્થિતિમાં મુકાતી પુત્રી ઈન્કાર કરે તો હેવાન પિતા સગીર પુત્રીને માર મારતો હતો. આ ઘટના ક્રમથી કંટાળીને પત્નીએ જ પતિ સામે અલગ-અલગ 4 ફરિયાદો નોંધાવી હતી. જેમાં શારીરિક માનસિક ત્રાસ, સગીર પુત્રી સાથે શારીરિક કૃત્ય કરવું સહીત દારૂના નશામાં ધૂત અને દારૂની બોટલ મળી આવાની ફરિયાદ નોંધાઇ છે.

ahmedabad news
અમદાવાદમાં પત્નીને માર મારી પુત્રી પર નજર બગાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
author img

By

Published : Dec 29, 2020, 10:57 PM IST

  • પિતાનો પુત્રી અને પત્નિ પર અત્યાચાર
  • પત્નિને માર મારતો જ્યારે પુત્રી પર નજર બગાડતો
  • સોલા પોલીસે હેવાનની કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી આ ફરિયાદી યુવતીના લગ્ન વર્ષ 2004માં પકડાયેલા આરોપી સાથે થયા હતા. લગ્નના પહેલા મહિનાથી લઈ પત્નીને માર મારી પિયરમાંથી લાખો રૂપિયા દહેજ પેટે આરોપીએ લીધા હતા. લગ્નના 17 વર્ષ સુધી ત્રાસ સહન કરનાર પત્નીને હેવાન પતિની ખરાબ નજર પુત્રી પર હોવાનો અંદાજ આવતાં સોલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પ્રોહીબિશનના ગુનામાં પણ પકડ્યો કેમ કે, તે દારૂ પીધેલી હાલતમાં દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી અમદાવાદની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરે છે.

અમદાવાદમાં પત્નીને માર મારી પુત્રી પર નજર બગાડનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
  • પત્નીને થૂંકેલું પણ ચાટવા મજબૂર કરતો હતો

આરોપી પતિ પત્નીને માર મારી ઘરમાં થૂંકે અને પત્ની પાસે થૂંક ચટાવતો હતો. હેવાન બનેલા પતિએ પોતાની સગીર પુત્રી પર પણ નજર બગાડી હતી. બાથરૂમમાં સ્નાન કરતો તો ક્યારેક સગીર પુત્રીને અંદર બોલાવતો હતો. નગ્ન થઈ પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ બાબતે ઈન્કાર કરનાર પુત્રીને હેવાન પિતા માર મારતો હોવાનો આક્ષેપ પણ ફરિયાદ કરવામાં આવ્યો છે.

  • પોલીસે કરી ધરપકડ

ગત રવિવારે સાંજે પત્ની નોકરી પરથી ઘરે આવી ત્યારે દારૂ પી રહેલા આરોપી પતિએ પત્નીને પોતાની પાસે બેસાડી હતી. તે પછી બેડરૂમ તરફ જતા પત્ની તેની પાછળ ગઈ હતી. નશામાં ધૂત થઈ બેફામ અપશબ્દો બોલતો હોવાથી માતા- પુત્રીએ ઘરની બહાર નીકળી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ત્યારે સોલા પોલીસે નશામાં ધૂત આરોપીની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.