- બજારમાં રંગોળીની લારીઓ
- કાગળ અને પતરાની જાળીમાં રંગોળી માટે વિવિધ આકારો
- શુભ ચિન્હો, દેવી દેવતાઓની આકારવાળી રંગોળી
અમદાવાદ:દિવાળીના તહેવારોમાં ઘર આંગણાને સજાવા મનગમતી ડિઝાઈવાળી રંગોળી અમદાવાદના બજારમાં આવી ગઇ છે. રંગોળી બનાવામાં સરળતા રહે તે માટે બજારમાં વિવિધ પ્રકારના આકારો વાળા કાગળ જેવા કે, દેવી દેવતા, શુભ ચિન્હોનો અને અનેક ડિઝાઈન જોવા મળી રહી છે.
શહેરના પૂર્વ,પશ્ચિમ અને કોટ વિસ્તારના બજારોમાં દિપોત્સવી પહેલાં રોનક જોવા મળી છે. દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વિવિધ રંગ ભરેલી લારીઓ, મંડપ અને પાથરણા માર્ગો પર જોવા મળી રહ્યા છે.
ફૂટપાથો પર જ રંગોળીનું પેકિંગ કરતા પરિવારો
આંબાવાડી વિસ્તારનમાં સી.એન.વિદ્યાલય પાસે ફૂટપાથ પર એક પરિવારના 10 જેટલા સભ્યો વેંચાણ માટે રંગોના નાના પેકિંગ તૈયાર કરી રહ્યા છે.
રાજકોટમાં મોટા પ્રમાણમાં તૈયાર થાય છે રંગોળી
આ અંગે ફૂટપાથ પર રહી વેપાર કરતાં પરિવારના મોભી નારણભાઈએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં વર્ષોથી તે સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર કરે છે. પેકિંગ અને વેચાણમાં સમગ્ર પરિવાર સહયોગ આપે છે. રંગોળીના રંગો રાજકોટના કારખાનાઓમાં મોટા પ્રમાણમાં તૈયાર થાય છે. રેતી જેવા પદાર્થને વિવિધ રંગોમાં પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ ગામ શહેરોના બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.
રેતી જેવા પદાર્થમાં કલર ભેળવી રંગોળી તૈયાર કરવામાં આવે છે
દિવાળી અને પ્રસંગોમાં રંગોળીનું આગવું મહત્વ હોય છે. ઉત્સવોની ઉજવણી અને પ્રસંગોને અનુરૂપ રંગોળી તૈયાર કરવામાં આવે છે. દિવાળીમાં ઘર અને આંગણું સ્વચ્છ કરી વિવિધ આકારની રંગોળી બનાવામાં આવે છે. ઘરના આંગણે કરવામાં આવતી રંગોળી અને સુશોભન દ્વારા તહેવારોમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે.