ETV Bharat / city

Sabarmati Railway Station: અમદાવાદ સ્ટેશનથી ચલાવાતી ટ્રેનો હવે અહીંથી ચલાવાશે... - Sabarmati Railway Station

રેલવે પ્રશાસન દ્વારા કેટલીક ટ્રેનો સાબરમતીથી (Sabarmati Railway Station) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને ટ્રેન વિશે માહિતી લેવામાં એક વેબસાઈટ પણ આપવામાં આવી છે. ત્યારે કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે.

Sabarmati Railway Station: અમદાવાદ સ્ટેશનથી ચલાવાતી ટ્રેનો હવે અહીંથી ચલાવાશે...

author img

By

Published : Jul 11, 2022, 9:37 AM IST

અમદાવાદ : પ્રવાસીઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતીથી (Sabarmati Railway Station) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સૂચના આપવામાં આવી હતી કે, ટેકનિકલ કારણોસર ઉપરોક્ત ત્રણેય ટ્રેનો અમદાવાદ સ્ટેશનથી ચલાવવામાં આવશે. હવે ટેકનિકલ અડચણ દૂર થઈ ગઈ છે. તેથી આ ત્રણેય ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતથી બિહાર જતી ટ્રેન એકાએક શા માટે રદ થઈ...

સાબરમતી સ્ટેશનથી ટ્રેન - 12મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 13મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે. 16મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે. 11મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ - અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે (ટર્મિનેટ) સમાપ્ત થશે. 13મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે અને 14મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર - અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 07:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

આ પણ વાંચો : શું તમે વેકેશનમાં મુંબઈ જવાં માંગો છો, તો પડી શકે છે મુશ્કેલી

રેલવેની વેબસાઇટ વિઝિટ - આ ઉપરાંત 11મી જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસને સાબરમતી સ્ટેશન (Ahmedabad Agra Kent Express) પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 16:48 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે અને 16:50 વાગ્યે આગ્રા કેન્ટ માટે રવાના થશે. પ્રવાસીઓએ ઇન્કવાયરી માટે રેલવેની વેબસાઇટ (Railway website) વિઝિટ કરવી ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.inquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.