ETV Bharat / city

અમદાવાદઃ પતંગ ચગાવતી વખતે ધાબા પરથી નીચે પટકાતા બાળકનું મોત - The death of a child who fell down from the stairs

ઉત્તરાયણ આવતા જ અનેક ઇમરજન્સી બનાવ સામે આવે છે. જેમાં દોરીથી ગળુ કપાવુ તથા અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે ઉત્તરાયણના 10 દિવસ અગાઉ અમદાવાદમાં મેઘાણીનગરમાં ધાબા પરથી પડવાને કારણે એક 10 વર્ષીય બાળકનું મોત થયું છે.

પતંગ ઉડાવતી વખતે ધાબા પરથી નીચે પટકાતા બાળકનું મોત

author img

By

Published : Jan 5, 2021, 5:15 PM IST

Updated : Jan 5, 2021, 5:25 PM IST

  • મેઘાણીનગરમાં 10 વર્ષીય બાળકનું મોત
  • ધાબા પરથી પતંગ ચગાવતી વખતે નીચે પડતાં થયું મોત
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ અનેક અકસ્માતના બનાવો બની રહ્યા છે. પતંગની દોરીથી ગળુ કપાવુ તેમજ ધાબા પરથી નીચે પડવુ જેવી અનેક ઘટનાઓ બને છે, ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડવાને કારણે એક 10 વર્ષીય બાળકનું મોત થયું છે.

કેવી રીતે બન્યો બનાવ?

મેઘાણીનગરના ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રોનક નામનો 10 વર્ષીય બાળક તેના પરિવાર સાથે રહે છે. રોનકના દાદી ઘરમાં નીચે હતા અને રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પતંગ ચગાવતા નીચે પટકાયો તેની કોઈને જાણ નથી. આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે સવારે તેનું મોત નીપજ્યું હતું.

પરિવારનો એકનો એક દીકરો હતો

રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, આ ઘટના સમયે રોનકના માતા અને પિતા એક મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 5, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.