અમદાવાદઃ આવા મશીન સામાન્ય રીતે એરપોર્ટ પર જોવા મળતા હોય છે. વળી સામાન પેક થઈ જવાથી સામાનની સલામતી પણ વધી જાય છે.અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ડિસ્ટ્રિક્ટ રેલવે મેનેજર દીપકકુમાર ઝા દ્વારા આ મશીનનું અનાવરણ કરાયું હતું. શરૂઆતમાં જ યાત્રીઓએ મશીન દ્વારા પોતાના સામાનને સેનિટાઈઝ અને પેક કરાવ્યો હતો. આ મશીન પ્રાઇવેટ કંપની દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
આ મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા લગેજને સેનિટાઈઝ કરે છે.જો કે કોરોના વાયરસના આ કાળમાં રેલવે દ્વારા પણ લગેજ સેનિટાઇઝિંગનું મશીન મુકવામાં આવ્યુ છે.પરંતુ તે પ્રવાહી સેનેટાઈઝર દ્વારા લગેજને સેનિટાઈઝ કરે છે.આ મશીનમાં લગેજ પેકિંગ અને સેનીટાઇઝિંગના ભાવ પણ સામાન્ય માણસને પોસાય તેવા છે.
*જેમાં 10 કિલો સુધી સામાનને સેનિટાઈઝ કરવાના 10 રૂપિયા અને પેકિંગ સાથે 60 રૂપિયા કિંમત છે. *10 કિલો ઉપર અને 25 કિલો સુધીના સામાનને સેનિટાઈઝ કરવાના 15 રૂપિયા,જ્યારે પેકિંગ સાથે 70 રૂપિયા ભાવ છે. *25 કિલો ઉપર સામાનને સેનિટાઈઝ કરવાના 20 રૂપિયા અને પેકિંગ સાથે 80 રૂપિયા છે. |
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંકર્માણના આ સમયમાં ભારતીય રેલવેની મોટાભાગની પેસેન્જર ટ્રેનો બંધ રહી છે.ત્યારે આવકનું એકમાત્ર સાધન ગુડ્ઝ ટ્રેન જ છે.ત્યારે અમદાવાદ મંડળના સ્ટેશન ઉપર બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે.જેમાં પાંચ ઓફિસરોની ટીમ હોય છે.જે ઓ રાજ્યના જુદા જુદા બિઝનેસ યુનિટ અને ચેમ્બર સાથે વાતો કરીને રેલવેની માલ ભાડા આવક વધે તેવા પ્રયત્નો કરે છે.