ETV Bharat / city

દેશમાં NRCની સાથે જનસંખ્યા નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ પણ જરૂરી છેઃ સૂર્યકાંતરાવ કેલકર - The population growth rate of Muslims was 24 percent

આસામના વર્ષ 1984ના NRC (National Register of Citizens) આંદોલનના આગેવાન અને ભારત રક્ષા મંચના અગ્રણી સૂર્યકાંતરાવ કેલકર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની અમદાવાદ મુલાકાતનો હેતુ NRC કાયદો તેન જ બાંગ્લાદેશીઓની ઘુસણખોરી પર લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.

દેશમાં NRCની સાથે જનસંખ્યા નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ પણ જરૂરી છેઃ સૂર્યકાંતરાવ કેલકર

author img

By

Published : Jul 15, 2021, 3:21 PM IST

  • આસામના 1984ના NRC આંદોલનના આગેવાન અમદાવાદની મુલાકાતે
  • ભારત રક્ષા મંચના અગ્રણી સૂર્યકાંતરાવ કેલકર અમદાવાદની મુલાકાત લીધી
  • દેશ માટે NRCનું પાલન થવું ખૂબ જ જરૂરીઃ સૂર્યકાંત કેલકર
  • ઘુષણખોરી કરનારને ઓળખવા સિટીઝનશીપ રજિસ્ટ્રી જરૂરીઃ સૂર્યકાંત કેલકર
  • દેશમાં અવૈધિક મુસ્લિમોની સંખ્યા વધી: સૂર્યકાંતરાવ કેલકર

અમદાવાદઃ અસમના 1984 ના NRC આંદોલનના આગેવાન તેમજ ભારત રક્ષા મંચના અગ્રણી સૂર્યકાંતરાવ કેલકર આજે અમદાવાદની મુલાકાતે હતા. સૂર્યકાંતરાવ (Suryakantrao)નો અમદાવાદની મુલાકાતનો હેતુ NRC કાયદો તેમજ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી (Infiltration of Bangladeshis) ઉપર લોકોમાં જાગૃતિ કેળવવાનો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે શાહીન બાગને ખાલી કર્યો, 3 મહિનાથી ચાલી રહ્યું હતું પ્રદર્શન
ભારત રક્ષા મંચની સ્થાપના અને કાર્ય

સૂર્યકાંતરાવ કેલકરે (Suryakantrao Kelkar) જણાવ્યું હતું કે, 2001 અને 2011ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિ દર 24 ટકા જેટલો રહ્યો છે. જ્યારે હિન્દુઓની વસ્તી વૃદ્ધિદર માત્ર 12 ટકા છે. મુસ્લિમ વસ્તી વૃદ્ધિ દર હિન્દુઓ કરતા ડબલ થયો છે. ભારતમાં કાયદા પણ ઘણા જ અટપટા છે. હિન્દુ શાળામાં હિન્દુ ધર્મનું શિક્ષણ આપી શકાતું નથી. જ્યારે મદરેસા અને ખ્રિસ્તી શાળાઓમાં તેમના શિક્ષણ આપવા પર કોઈ પ્રતિબંધ નથી. ચર્ચ અને મદરેસાઓની આવક પર જેતે ધર્મના લોકોનો જ અધિકાર હોય છે. જ્યારે મંદિરોની આવક પર સરકાર પોતાનો અધિકાર જણાવે છે. આ તમામ પરિસ્થિતિ બદલાવી જોઈએ. ભારતના પાડોશી દેશો ઉપરાંત વિશ્વના ઈસ્લામિક દેશોમાં લોકશાહી નથી. જ્યાં પણ મુસ્લિમોની સંખ્યા વધી છે ત્યાં અલ્પસંખ્યકો મુશ્કેલીમાં મુકાયા જ છે.

દેશ માટે NRCનું પાલન થવું ખૂબ જ જરૂરીઃ સૂર્યકાંત કેલકર
આ પણ વાંચોઃ CAA, NPR અને NRC વિરુદ્ધ તેલંગણામાં પ્રસ્તાવ પાસ કરાયો

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) જરૂરીઃ કેલકર

NRC કાયદા દ્વારા ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઉપરાંત પણ અન્ય લોકોને ઓળખી શકાશે અને જરૂર પડે તેમને બહાર પણ કરી શકાશે. જોકે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કામ પણ આપવું તેટલું જ જરૂરી છે. આ મંચની સ્થાપના જૂન, 2010માં ભોપાલમાં થઈ હતી. હવે તે તમામ રાજ્યો અને પ્રાન્તોમાં કાર્યશીલ છે. NRCની સાથે જનસંખ્યા નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) પણ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.