- આવતીકાલે મંગળવારે ગુજરાતના 6 મહાનગરપાલિકાઓની થશે મતગણતરી
- અમદાવાદમાં એલ. ડી. એન્જીનીયરીંગ અને ગુજરાત કોલેજ ખાતે થશે મતગણતરી
- બંને કોલેજોમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરાશે
અમદાવાદઃ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી મંગળવારે થવાની છે, ત્યારે અમદાવાદના 24 વૉર્ડની મતગણતરી એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે જ્યારે બાકીના વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે. એલ. ડી. કોલેજ ખાતે 24 વૉર્ડની મતગણતરી થવાની છે, ત્યારે પ્રશાસને અહીં વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજન કર્યું છે. અહીં આવતીકાલે થ્રિ લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઈલેક્શન સ્ટાફ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેવી રીતે બેઠક વ્યવસ્થા, CCTV રૂમ, મીડિયા રૂમ, દરેક સ્થળોએ LED ડિસ્પ્લેય ગોઠવવામાં આવી છે.
એલ. ડી. એન્જીનીયરીંગ ખાતે નીચેના વોર્ડની થશે મતગણતરી
થલતેજ, મકતમપુરા, બોડકદેવ, સરદાર નગર, નરોડા, કુબેરનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, વટવા, લાંભા, બહેરામપુરા, સૈજપુર-બોઘા, ઇન્ડિયા કોલોની, ઠકકરબાપાનગર, રામોલ-હાથીજણ, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર વૉર્ડની મતગણતરી થશે.
બેલેટ પેપરની મતગણતરી બાદ થશે EVM મતગણતરી
આવતીકાલે મંગળવારે વહેલી સવારથી જ મત ગણતરીની શરૂઆત થશે, ત્યારે સૌપ્રથમ બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવશે, ત્યાર બાદ ઈવીએમ મતગણતરી શરૂ થશે.