ETV Bharat / city

અમદાવાદમાં કોંગ્રેસે અન્ન અધિકાર આંદોલન યોજી ભાજપ સામે નોંધાવ્યો વિરોધ - અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ

ગુજરાત સરકાર (Government of Gujarat) પાંચ વરસની ઉજવણી કરી રહી છે તેવામાં મંગળવારે ત્રીજા દિવસે અન્નત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેને સમાંતર કોંગ્રેસે અધિકાર આંદોલન શરૂ કર્યું છે. જેને લઇને અમદાવાદના સરદાર બાગ ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ (Siddharth Patel) ની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : Aug 3, 2021, 11:11 PM IST

  • અમદાવાદમાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
  • અન્ન અધિકાર આંદોલન કોંગ્રેસે શરૂ કર્યું
  • સરકારના અન્નત્સવનો કર્યો વિરોધ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સમિતિ (Gujarat Congress Committee) દ્વારા રાજ્યવ્યાપી અન્નત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેને સમાંતર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. તેવામાં મંગળવારે ત્રીજા દિવસે ગુજરાત સરકાર અન્નત્સવનો ઉજવણી કરી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા અધિકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અલગ-અલગ ગામે અને જિલ્લાએ ગુજરાત કોંગ્રેસના સિનિયર આગેવાનોની હાજરીમાં આ વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કોંગ્રેસે અન્ન અધિકાર આંદોલન યોજી ભાજપ સામે નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો: સુરતમાં એક બાજુ કોંગ્રેસ તો બીજી બાજુ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શિક્ષણ બચાવોનો કરાયો વિરોધ

ભાજપના રાજમાં કાળાબજારીયાઓને લીલાલહેરનો આક્ષેપ

કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારના રાજમાં કાળાબજારિયાઓને લીલા લહેર હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્રણ લાખ NFSA કાર્ડધારકોના 50 કરોડ રૂપિયાથી વધારે ઘઉં અને ચોખાનું કૌભાંડ ભાજપના સરકારમાં થયો હોવાનો ગંભીર આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યો છે. સાથે કેન્દ્ર સરકારે આપેલા અઢી લાખ મેટ્રિક ટન ચોખાનો જથ્થો સરકાર દ્વારા ઉપાડ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યમાં સસ્તા અનાજની નવ હજાર દુકાનોમાં ગેરરીતિ ચાલતી હોવાનો સિદ્ધાર્થ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિજય રૂપાણી સરકારના રાજમાં 90 હજાર લિટર ઓછું કેરોસીન ફાળવવામાં આવ્યું હોવાના આરોપ પણ કોંગ્રેસ (Congress) ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ (Congress) ના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે (Siddharth Patel) વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ઉત્સવોની નીચે પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાતની જનતા હવે સરકારની કુનીતિને ઓળખી ગઈ છે. જે આગામી દિવસોમાં પ્રજા જ સરકારને જવાબ આપશે તે વાત નિશ્ચિત છે.

આ પણ વાંચો: પાટણ જિલ્લા કોંગ્રેસમાં 'ના' રાજીનામા, વિવિધ મોરચાના પ્રમુખોએ છેડો ફાડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.