અમદાવાદઃ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગર પાલિકામાં કુલ 48 વોર્ડનો સમાવેશ થાય છે. નિયમો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ તેમજ મહિલાઓ માટે સીટો અનામત રાખવામાં આવે છે .
અમદાવાદ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો નવા સીમાંકન ઉપર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, દર વખતે રાજ્ય ચૂંટણી પંચ રોટરશન પદ્ધતિને આધારે સીમાંકન જાહેર કરે છે. પરંતુ નવા સીમાંકનમાં રાજ્ય ચૂંટણી પંચ પર ભાજપ સરકારનું દબાણ હોય તે ચોક્કસ રીતે જોઈ શકાય છે. કારણ કે, અમદાવાદ જિલ્લા પંચાયતની છ થી સાત સીટોમાં જ્યાં કોંગ્રેસની વોટબેંક છે, તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બંધારણ પ્રમાણે દર્શાવેલ ગાઇડલાઇન મુજબ સીમાંકન કરવામાં આવ્યું નથી.
અમદાવાદના નવા સીમાંકનને લઈને અમુક વોર્ડના સીમાંકન પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો - વોર્ડ સીમાંકન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવેમ્બર માસના અંતે યોજાય તેવી શક્યતાઓ છે. જેના ભાગરૂપે ગઈકાલે મોડી રાત્રે કોર્પોરેશન અને નગરપાલિકાના વિસ્તારમાં સીમાંકન બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કરાયેલા આસપાસના વિસ્તારોમાં વધારો થયો હતો. છેલ્લે 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સીમાંકન થયું હતું. ત્યારબાદ ભૌતિક ફેરફાર થતાં નવું સીમાંકન જાહેર કરવામાં આવેલ છે.