ETV Bharat / city

કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ - અમદાવાદ પોલીસ

સરકાર અને પોલીસ મહિલા સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકતમાં મહિલાઓ પરના અત્યાચારમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર યુવતીની છેડતી કરી હતી. જોકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો પીછો કરી તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Apr 26, 2021, 8:56 PM IST

  • ગોતામાં કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી
  • યુવતીએ કાર ચાલકનો પીછો કર્યો
  • યુવતીએ છેડતી કરનાર યુવકને પાઠ ભણાવ્યો

અમદાવાદઃ શહેરના ગોતામાં રહેતી 22 વર્ષીય યુવતી થલતેજ ખાતે એક કંપનીમાં નોકરી કરે છે. હાલમાં કોરોના કાળના કારણે વર્ક ફ્રોમ હોમ હોવાથી આ યુવતી ઘરેથી કામ કરે છે. રવિવારે આ યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. તે દરમિયાન રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં બેઠેલો છોકરો આવ્યો હતો અને ગાડીનો કાચ ઉતારી આ યુવતીને ઈશારો કર્યો હતો. જેથી આ યુવતીને કોઈ ઓળખીતું હશે તેવું લાગ્યું હતું અને જ્યારે ગાડી સામે જોયું ત્યારે ગાડીમાં બેઠેલો છોકરો તેનો કોઈ ઓળખીતો ન હતો. આ કારમાં સવાર શખ્સે ગાડીનો કાચ ઉતારી આ યુવતીની છેડતી કરી હતી.

કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ સુરતમાં ઘર નજીક રહેતા નરાધમે ઘરમાં ઘુસી 10 વર્ષની બાળકી સાથે કરી છેડતી

પોલીસની કાર્યવાહી

બાદમાં ગોતા તરફ પહોંચતા છેડતી કરનાર શખસની ગાડી પડી હતી પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. જેથી થોડી વાર આ યુવતી તેના ભાઈ-બહેન સાથે ત્યાં રાહ જોઈ રહી હતી અને બાદમાં યુવતીની છેડતી કરી ઇશારા કરનાર છોકરો તે ગાડી પાસે આવતાં જ તેને પકડી લીધો હતો. બાદમાં પોલીસને જાણ કરાઇ હતી. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી હિરેન પટેલની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને યુવકે કરી યુવતીની છેડતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.