ETV Bharat / city

16 ઓગસ્ટથી ભાજપ જન આશીર્વાદ યાત્રાની કરશે શરૂઆત - Cabinet Ministers of the Center

ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત 16 ઓગસ્ટથી કરશે. આ જન આશીર્વાદ યાત્રામાં 43 પ્રધાનો જોડાશે. જન આશીર્વાદ યાત્રા સમગ્ર દેશના 19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે. કેન્દ્રના કેબિનેટ પ્રધાનો સરકારની કોરોનાની ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત કરવા જશે.

16 ઓગસ્ટથી ભાજપ જન આશીર્વાદ યાત્રાની કરશે શરૂઆત

author img

By

Published : Aug 13, 2021, 9:09 PM IST

  • 16થી 21 ઓગસ્ટ દરમિયાન જનતાના આશિર્વાદ લેવા જન આશિર્વાદ યાત્રા કરશે
  • 46 જેટલા પ્રધાનો રાજય સરકારમાં રાજય કક્ષાના પ્રધાન તરીકે સેવા આપી છે
  • જન આશીર્વાદ યાત્રા સમગ્ર દેશના 19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય પ્રધાનો 16થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના કેબિનેટ પ્રધાનો 19-21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે.

આ પણ વાંચો- મોદી સરકારના નવા પ્રધાનો માટે ભાજપ કાઢશે જન આશીર્વાદ યાત્રા

કેટલા પ્રધાનો જોડાશે યાત્રામાં?

જન આશીર્વાદ યાત્રામાં 43 પ્રધાનો જોડાશે. આ દરમિયાન 212 લોકસભા અને 19 હજારથી વધુ કિલોમીટરની યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જન આશીર્વાદ યાત્રા સમગ્ર દેશના 19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે, પ્રધાન મંડળના દરેક પ્રધાન લોકો સાથે સંકળાયેલા હોવા જોઇએ. દેરક નાગરીકોને પ્રધાનો સાથે પોતીકાપણાની ભાવનાઓનો અનુભવ થાયે તે હેતુથી જન આશિર્વાદ યાત્રા યોજવામાં આવશે.

જન આશિર્વાદ યાત્રા
જન આશિર્વાદ યાત્રા

તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન મંડળનું વિસ્તરણ કરાયું છે

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકારની અંદર દેશમાં નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થયું છે. અલગ-અલગ વિસ્તાર, રાજયના વિવિધ સમાજો, યુવાનો અને મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 50 ટકા નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળ્યુ છે. 4 પૂર્વ મુખ્યપ્રધાન, પાંચ નોર્થ ઇસ્ટમાંથી કેબિનેટની અંદર મિનિસ્ટર, 18 જેટલા એવા પ્રધાનો છે કે, જેઓ ભૂતકાળમાં અલગ-અલગ રાજયની અંદર રાજય સરકારમાં પ્રધાન તરીકે સેવા બજાવતા હતા. 23 પ્રધાનોએ 3 ટર્મથી વધારે સાંસદ તરીકે સેવા આપી છે. 39 પ્રધાનોએ ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે અલગ-અલગ રાજયમાં સેવા આપી છે. 46 જેટલા પ્રધાનો રાજય સરકારમાં રાજય કક્ષાના પ્રધાન તરીકે સેવા આપી છે. 7 પૂર્વ આઇએસ અધિકારીઓ, 6 ડોકટર, 5 એન્જિયર અને 3 માસ્ટર ડિગ્રી ધરાવે છે. ઉપરાંત 13 એડવોકેટ અને 68 પ્રધાનો ગ્રેજયુએટ છે.

જન આશિર્વાદ યાત્રા
જન આશિર્વાદ યાત્રા

ગુજરાતમાંથી 5 પ્રધાનોને મળ્યું હતું સરકારમાં સ્થાન

પ્રધાનમંડળમાં 27 ઓબીસી પ્રધાનોને સ્થાન મળ્યું છે. જેમાંથી 5ને કેબિનેટની અંદર સ્થાન મળ્યું છે. 12 અનુસુચીત જાતિના પ્રધાનો બન્યા છે, જેમાંથી 2ને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત 11 મહિલાઓમાંથી 2ને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 14 પ્રધાનો એવા છે કે, જેમની ઉમંર 50 વર્ષથી ઓછી છે, જેમાંથી 6 યુવા નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કુલ મળી 40 પ્રધાનો એવા છે કે, જેને દેશમાં વિકાસના કામ કરવાની તક અપાઈ છે, જેમાંથી પાંચ ગુજરાતના નેતા છે. ગુજરાત ભાજપના પુર્વ મહાપ્રધાન અને પુર્વ અધ્યક્ષ, રાજય સરકારના પુર્વપ્રધાન અને સાંસદ આદરણીય પરષોત્તમ રૂપાલા, રાજયસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવીયા, સાંસદ દેવુ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપુરા, સુરતના સાંસદ દર્શના જરદોષને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું છે.

યાત્રાનો પ્લાન

40 જેટલા નવા ચહેરાઓને દેશના અલગ-અલગ રાજયમાંથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ તમામ પ્રધાનો જનતાના આશીર્વાદ લેવા માટે પોતાના મતવિસ્તાર સિવાય અલગ-અલગ વિસ્તારમાં જઇ જન આશીર્વાદ મેળવશે. ગુજરાતના પાંચેય આગેવાનો 16થી 21 દરમિયાન ગુજરાતની જનતા વચ્ચે જશે, જેમા દર્શના જરદોશની યાત્રા 15મી ઓગસ્ટે કરમસદથી શરૂ થઇ સુરત ખાતે પૂર્ણ થશે, દેવુસિંહ ચૌહાણની યાત્રા 16મી ઓગસ્ટે પાલનપુરથી શરૂ થઇ નડિયાદ ખાતે પૂર્ણ થશે, ડૉ. મહેન્દ્ર મુંજપરાની યાત્રા પણ 16 ઓગસ્ટે અમદાવાથી શરૂ થઇ સુરેન્દ્રનગર ખાતે પૂર્ણ થશે, ડૉ. મનસુખ માંડવીયાની યાત્રા 19 ઓગસ્ટે રાજકોટથી શરૂ થઇ ભાવનગર ખાતે પૂર્ણ થશે અને પરષોત્તમ રૂપાલાની યાત્રા 19 ઓગસ્ટે ઉંઝાથી શરૂ થઇ અમરેલી ખાતે પૂર્ણ થશે. જો કે, ચૂંટણી પૂર્વે આ પ્રકારની યાત્રા ભાજપની ડરની સ્થિતિ જણાવે છે. કારણ કે, આમ આદમી પાર્ટીની યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો- ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !

વ્યાપક જનસંપર્કનો ભાજપનો વ્યૂહ

જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી 26 જિલ્લામાં પ્રવાસ કરાશે. 81 જેટલી વિધાનસભા અને 18 લોકસભા વિસ્તારમાં જઇ પ્રજાના આશીર્વાદ મેળવશે. કુલ 2,277 કિમીની યાત્રામાં 151 જેટલા સ્થળો પર વિવિધ સમાજો અને સામાજીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવશે. પ્રજા વચ્ચે જઇ ભાજપ સરકારે કોરોનામાં કરેલી કામગીરી સહિત વિકાસના કામોની માહીતી આપશે અને યાત્રાના રૂટમાં આવતા તમામ ધાર્મિક સ્થળોએ દેવી દેવતાઓ સહિત સંતો અને મંહતોના દર્શન કરી આશીર્વાદ મેળવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.