અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નરોડા, મુઠિયા અને હંસપુરા ખાતે EWSના નવા 1259 મકાનો 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નિકોલ કઠવાડા ખાતે 1116 મકાનો 64 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કુલ 134 કરોડના ખર્ચે 2375 મકાનો કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનની માલિકીની મિલકતો હવે 99 વર્ષના ભાડાપેટે આપી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોર્પોરેશનને આશરે 500 કરોડ રૂપિયાની આવક થશે.
![નરોડા, મુઠિયા અને હંસપુરા ખાતે ઈડબલ્યુએસના નવા 1259 મકાનો 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9188048_stending_7209475.jpg)
આજે ગુરુવારના રોજ મળેલી બેઠકમાં ICLET સાઉથ એશિયા અને કોર્પોરેશન વચ્ચે થયેલા એમઓયુ અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમથી શહેરના વાતાવરણને કાર્બન મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે.