અમદાવાદ: ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharvad Murder Case)માં કેટલાક આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયા છે, આરોપી મૌલાના મોહમ્મદ અયુબ જારાવાલા, શબ્બીર ચોપરા, ઈમ્તિયાઝ પઠાણ આજે નવ દિવસના રિમાન્ડ પૂરા થતાં એટીએસે (ATS on Kishan Bharvad Murder Case)કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં એટીએસે રિમાન્ડ નહીં માગતા તમામને જ્યુડિશિયલ કસ્ટડી (accused in judicial custody)માં જેલમાં મોકલાયા છે. જે આરોપીઓમાં સબીર પઠાણે મળીને કર્યું હતું ફાયરિંગ તો મૌલાનાએ આરોપીઓ સાથે કરી હતી મીટીંગ.
આ પણ વાંચો: Punjab Election 2022: જાલંધરમાં PMએ કહ્યું, પ્રશાસને મંદિરમાં સુરક્ષા ન આપી
મહત્વનું છે કે આ અગાઉ આ જ કેસમાં ચારને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવાયા છે. તેમજ આગામી 16 તારીખે મૌલાના કમરગની ઉસ્માનીના રિમાન્ડ પૂરા થતાં તેને પણ કોર્ટમાં રજૂ કરાશે ત્યારે આગામી દિવસમાં આરોપીઓ દ્વારા સરકાર તરફથી જામીન અરજી કરી શકાય છે. તો એટીએસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તે પણ જોવાનું રહે છે.
આ પણ વાંચો: ABG Shipyard Scam: નાણાપ્રધાને કહ્યું- કોંગ્રેસના જમાનામાં બેંક ખાતા NPA બન્યા