- કમળને પડકારશે ઝાડૂ
- ભાજપના પાંચ વર્ષની ઉજવણી સામે સમાંતર AAP ના કાર્યક્રમો
- પ્રજાની મજબૂરીએ ભાજપને જીતાડી છે - AAP
અમદાવાદ: ગુજરાતમાં હવે જ્યારે વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના અને સૌના વિકાસના નામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના વિરોધમાં ઝાડૂ એટલે કે આમ આદમી પાર્ટી (AAP) એ તેના સમાંતર એક કાર્યક્રમ યોજશે તેવી ગુજરાત આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !
ભાજપના કાર્યક્રમને સમાંતર ઝાડૂ આપશે પડકાર
આ ગુજરાતની સરકાર (Gujarat goverment) ના કાર્યક્રમ તારીખ 1 ઓગસ્ટથી 9 મી ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં પહેલી તારીખે જ્ઞાનશક્તિ કાર્યક્રમ, બીજી તારીખે સંવેદના દિવસ, ચોથી તારીખે નારી ગૌરવ દિવસ, પાંચમી તારીખે કિસાન સમાન દિવસ, છઠ્ઠી તરીકે રોજગાર દિવસ, સાતમી તારીખે વિકાસ દિવસ, આઠમી તારીખે શહેરી જનસુખાકારી દિવસ અને નવમી તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કાર્યક્રમોને સમાંતર કાર્યક્રમ યોજવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 27 વરસોમાં ગુજરાતનો વિકાસ કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી છે તે સંદર્ભે લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે મંગળવારે ગોપાલ ઇટાલીયા પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Gujarat Congress રૂપિયા ભેગા કરવા ચૂંટણી લડી રહી છે: નિખિલ સવાણી
પ્રજા મજબૂરીના અભાવે ભાજપ 27 વર્ષથી જીત મેળવે છે - ઇટાલિયા
પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી વિકલ્પના અભાવે મજબૂરીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડી છે પણ બદલામાં ગુજરાતની પ્રજાની કંઈ મળ્યું નથી. કોરોના કાળમાં ગુજરાતની સરકાર નિષ્ફળતા બધાએ જોઈ છે. છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે છતાં પણ હેલ્થ કેરના નામે કંઈ થયું નથી. જે લોકોએ કોરોના મહામારી દરમિયાન જોયું છે અને સહન કર્યું છે. લોકોની સુખાકારી માટે કામ કરવાની જગ્યાએ સરકાર આવા કાર્યક્રમો કરીને તાઈફ કરી રહી છે.
ભાજપના કાર્યક્રમની સમાંતર AAPનો કાર્યક્રમ
ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, અમે આ કાર્યક્રમના સમાંતર એક કાર્યક્રમ કરીશું. આ કાર્યક્રમ અંતર્ગત પહેલી તારીખે સરકાર જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરશે, ત્યારે AAP અજ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરીશું અને સરકાર દ્વારા કેટલી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી જ અથવા તો તેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું તેની જાણકારી પ્રજાની આપીશું. બીજી તારીખે સરકાર સંવેદના દિવસની ઉજવણી કરશે ત્યારે અમે જ અસંવેદના દિવસની ઉજવણી કરીશું. જેમાં લોકોને કોરોનામાં કેવી રીતે તકલીફો સહન કરવી પડી અને હોસ્પિટલ અને બેડ માટે થઈ વલખા મારી રહેલા ગુજરાતની નાગરિકોને ભાજપ સરકારે હેરાનગતિ કરી હતી તે અંગે વાત કરીશું. ચોથી તારીખે જ્યારે સરકાર નારી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની છે ત્યારે અમે નારી વિરોધી ભાજપ દિવસ તરીકે ઉજવીશું. જેમાં ગુજરાતમાં ભાજપની સરકારની સત્તામાં નારી ઉપર થયેલા અત્યાચારો વિષે ચર્ચા કરીશું. પાંચમી તારીખે સરકાર કિસાન સન્માન દિવસ તરીકે ઉજવવા જઇ રહી છે ત્યારે અમે આ દિવસને કિસાન વિરોધી ભાજપ દિવસ તરીકે ઉજવીશું. જેમાં ખેડૂતોને થઈ રહેલા અત્યાચાર વિશે વાત કરીશું. છઠ્ઠી તારીખે સરકાર રોજગાર દિવસ તરીકે ઉજવવાની છે ત્યારે અમે આ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવીશું. સાતમી તારીખે સરકારના વિકાસ દિવસના કાર્યક્રમની વિરુદ્ધમાં અને અધોગતિ દિવસ તરીકે ઉજવીશું. જેમાં અમે સૌના સાથ અને ભાજપનો વિકાસ આ અંગે ચર્ચા કરીશું. આઠમી તારીખે શહેરી જનસુખાકારી દિવસના કાર્યક્રમના દિવસે અમે શહેરી સમસ્યા દિવસ તરીકે ઉજવીશું અને નવમી તારીખે સરકાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે અમે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું પણ તેમાં આદિવાસીઓની સમસ્યા અંગે વાત કરીશું.
આપણી સરકાર, ભાજપનો વિકાસ AAP આપશે કાર્યક્રમ
છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેમ છતાં ગુજરાતમાં પ્રજાના 27 વર્ષ ભાજપે વેડફાયા છે. ભાજપે ગુજરાતની પ્રજાના 27 વર્ષો વીત્યા પછી સરકાર લાજવાને બદલે આવા કાવતરા રૂપી કાર્યક્રમો કરે છે. જેથી તેના વિરોધમાં અમે પાંચ વરસ આપણી સરકારના અને ભાજપના વિકાસના નામે એક સમાંતર કાર્યક્રમની ઉજવણી કરીશું અને સાચા આંકડા સાથે સરકારની પોલ પણ ખૂલી પાડીશું.