- અમદાવાદ શહેરમાં નદીના તટ પાસે આવેલ બાપાનુ પૌરાણિક મંદિર
- પેશ્વાકાલીન સમયમાં નિર્માણ થયેલ બાપાનું મંદિર
- લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે
અમદાવાદઃ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા વસંત ચોકમાં પૌરાણિક ગણેશ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનંદની 2 અલગ અલગ પ્રતિમાઓ મુકવામાં આવેલી છે, જેમાં એક પ્રતિમા જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે. જ્યારે બીજી પ્રતિમા આરસપહાણની સિંદૂરી રંગની છે, જે ડાબી સૂંઢવાળા છે. આ મંદિર અમદાવાદીઓનું આસ્થાનું સ્થાન છે. આ ગણેશ મંદિરમાં બારે માસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ભક્તો આ મંદિરમાં બાપાની પ્રિય એવા બુંદીના લાડુ ચડાવવાનું ચૂકતા નથી.
આ પણ વાંચો- કેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?
સિદ્ધિવિનાયકનો અતિપ્રાચીન મહાત્મય
રિદ્ધિસિદ્ધિ સાથે ભક્તોને સિદ્ધી વિનાયકના દર્શન થઈ રહ્યા છે. લોક માન્યતા અનુસાર, જેવો મહિમા મહારાષ્ટ્રના સિદ્ધિટેકના સિદ્ધિવિનાયકનો છે તેવો જ મહિમા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયકના દર્શનનો છે. જે ભક્તો અહીં દર્શને આવે છે તે આસ્થા સાથે ગજાનંદ ગણેશ સામે શિશ નમાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, ગણેશજીને લાડુનો અતિપ્રિય છે. આથી જ અહીં આવતા દર્શનાર્થીઓ ગણપતિ બાપાની બુંદીના લાડુ ધરાવવાનું ચૂકતાં નથી. આ મંદિર 300થી 400 વર્ષ જૂનું મંદિર છે, જે સાબરમતીના પૂર્વ કિનારે આવેલું છે. અહીં દાદાની બે અલગ અલગ પ્રતિમાઓ રહેલી છે જેમાં એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે.
આ પણ વાંચો- જાણો, ગણેશજીને પ્રિય દુર્વાનુ મહત્વ અને તેની ઉત્પત્તિ
આ મંદિર પેશ્વાકાલીન સમયમાં બન્યું હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર
પેશ્વાકાલીન સમયમાં નિર્માણ પામેલા મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લોકો આવી રહ્યા છે. આ પેશ્વાકાલીન મંદિરમાં જ્યારે રાજાઓ યુદ્ધે જતા હતા ત્યારે તેમની રાણીઓ સ્વયંભૂ પ્રગટ થયેલા બાપા સમક્ષ બેસીને ધ્યાન અને પ્રાર્થના કરતા હતા. જ્યારે રાજા યુદ્ધથી પરત ફરતા હતા ત્યારે મહેલમાં જવાની જગ્યાએ પ્રથમ બાપા સમક્ષ શિશ નમાવીને દર્શન કરી પછી જ મહેલમાં પ્રવેશ કરતા હતા.
પેશ્વાકાલીન સમયમાં બ્રાહ્મણો હિન્દુ મંદિરનું રાખતા ધ્યાન
લોકમાન્યતા પ્રમાણે, પેશ્વાકાલીન સમયમાં હિન્દુ ધર્મને વધુમાં વધુ પ્રચલિત કરવા પેશ્વાકાલીન લોકો ઠેકઠેકાણે હિન્દુ મંદિરોનું નિર્માણ કરી બ્રાહ્મણ પરિવારને સોંપી દેતા હતા. તેઓ મંદિરનું ધ્યાન રાખતા અને ધર્મપ્રેમી લોકો ત્યાં દર્શન પૂજાપાઠ માટે થઈ મંદિરમાં વધુમાં વધુ જતા હતા. આથી ધર્મનો પ્રચાર પણ થતો હતો. તો બીજી બાજુ મંદિરનું નિર્માણ થઈ તેનું ધ્યાન અને કાળજી પણ લેવાતી હતી.
લાલ દરવાજા મંદિર 300 વર્ષ પ્રાચીન
અમદાવાદ શહેરના સાબરમતી નદીના તટ પાસે આવેલા બાપાનું મંદિર અંદાજે 300 થી 400 વર્ષ પહેલાં નિર્માણ થવાનું હતું. જે સમયે પેશ્વાકાલીન સમય હતો..જેથી બાપાની પ્રતિમાની સ્થાપના કરવા આસપાસની જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અન્ય એક પ્રતિમા બાપાની પ્રગટ થઈ હતી. જે સ્વંમભુ પ્રગટ થઈ હોવાથી લોકોમાં માન્યતા પણ ખુબજ વધી ગઈ હતી. જેથી અન્ય પ્રતિમાની બાજુમાં સ્વમ્ભુ પ્રગટ થયેલ ગણપતિ બાપાને બિરાજમાન કરવા આવ્યા હતા.
બાપા પ્રત્યે લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે
લાલા દરવાજાના ગણપતિ બાપા પ્રત્યે દેશ અને વિદેશમાં લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે. બાપાના દર્શન માટે થઈ ચોથના દિવસે અને મંગળવારે એક કિલોમીટરથી વધુની લાંબી લાઈનો લાગતી હોય છે. એક માન્યતા પ્રમાણે ગણપતિ બાપા સમક્ષ કોઈને ઘરનું ઘર ન થતું હોય, બાળકનો જન્મ ન થતો હોય અથવા લગ્નની સમસ્યા રહેલી હોય અને બાપા સમક્ષ મનોકામના રાખવાથી તે પૂર્ણ થતી હોવાનો લોકોનો અનુભવ પણ રહેલો છે.