ETV Bharat / city

“માઁ”થી પણ સુંદર “માઁ”નો પ્રેમ- થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેન અનેક માટે બન્યા પ્રેરણાનું પ્રતીક - red cross

સમાજમાં કેટલાક વ્યક્તિઓ એવી હોય છે, જે પોતાના કાર્યો દ્વારા પોાતાની વિશિષ્ટ ઓળખ, વિશિષ્ટ પ્રતિભા ઉભી કરે છે. એટલું જ નહીં, તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શક બની જાય છે. આજે 8 મે 2021ના દિવસે વર્લ્ડ થેલેસિમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બીજા દિવસે 9 મે 2021ના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આપણે એક એવી મહિલાની વાત કરીએ જે થેલેસેમિયા સામે ઝઝૂમી રહી છે. તો બીજી તરફ થેલેસિમિયમાં એક એવી ગંભીર બીમારી છે, જેમાં સમયાંતરે લોહી ચડાવું પડતું જ હોય છે. ગુજરાતની આ મહિલાની વરવી વાસ્તવિકતા કંઇક અલગ પ્રકારની રહેલી છે. જેમાં મહિલા પોતાના બાળકને મમતાનો પ્રેમ આપી રહી છે. ત્યારે મમતાનો આ પ્રેમ ક્યારે ખૂટી ન પડે તે માટે મહિલા થેલેસેમિયાનું લોહી સતત ચડાવી રહી છે.

થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેન અનેક માટે બન્યા પ્રેરણાનું પ્રતીક

author img

By

Published : May 8, 2021, 1:22 PM IST

Updated : May 8, 2021, 1:42 PM IST

  • કિંજલબહેને જીવનું જોખમ હોવા છતાં વિધાતા સામે બાથ ભીડી અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
  • માતૃત્વ આડેના તમામ અંતરાય અડગ મનોબળથી પાર કરનારા કિંજલબહેનની બાળકી 2 વર્ષની થઈ પણ ગઈ
  • કોરોનાકાળમાં થેલેસેમિયા મેનેજમેન્ટનું ગુજરાત મોડલ દેશમાં સરાહનીય બન્યું

અમદાવાદ: 8 મે થેલેસેમિયા ડે તો 9 મે મધર્સ ડે આ બે દિવસો વારાફરતી આવે છે, પણ તેને જોડતી એક કડી એટલે કે કિંજલબહેન. કિંજલબહેન થેલેસેમિયાગ્રસ્ત છે. તે જાણતા હતા તેમની ખોળાના ખુંદનારની ઝંખના જીવનું જોખમ ઉભી કરી શકે તેમ છે. છતાં તેમણે આ જોખમ ઉઠાવ્યું હતું અને તેમને વિશ્વની કોઈ પણ સ્ત્રી માટેનું પરમ સુખ ગણાતું એવું માતૃત્વનું સુખ મેળવ્યું હતું. બે દિવસો 8 મે અને 9 મેની એક કડી સમાન કિંજલબહેનની પ્રેમ, હિંમત, સંઘર્ષભરી કથા કંઈક અલગ જ પ્રકારની રહેલી છે.

ગુજરાતી ભાષાના અમર કવિ દુલા ભાયા કાગ બાપુએ માતૃત્વનો મહિમા વર્ણવતા અમર શબ્દોમાં કહ્યું છે કે,

" પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ? જમ જડાફા‌ ખાય, મોતે નાળ્યું માંડીયું;

છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;

છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;

તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે; મળે ન એક જ માઁ, કોઇ ઉપાયે કાગડા !"

અનેરો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ગુજરાતી ભાષાના અમર કવિ સ્વ.દુલા ભાયા કાગની એક રચનાની ઉપરોક્ત પંક્તિઓ “માઁ” જે શબ્દનો અર્થ કેટલો વ્યાપક અને ઊંડાણભર્યો છે. તે વિશે થોડામાં ઘણું કહી જાય છે. માતૃત્વ તો સુંદર છે જ પણ એનાથી પણ સુંદર છે માતાનો તેના સંતાન પ્રત્યેનો પ્રેમ છે. પોતાનો જીવ જોખમમાં છે તેવું જાણતી હોવા છતાં પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકીને પણ એક નવા જીવને જન્મ આપે તેનું નામ જ "માઁ" રહેલું છે. વાત કંઈક એવી છે કે સમગ્ર દુનિયા તારીખ 8 મેના દિવસે વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી થઈ રહી છે. જ્યારે 9 મેના દિવસે મધર્સ ડેની ઉજવણી થતી હોય છે. આ બન્ને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો અનેરો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો: જંગલમાં પણ ‘મધર્સ ડે’, સિંહબાળને નદી પાર કરાવતી સિંહણની મમતા...

બન્ને માતા અને પુત્રી અત્યંત સ્વસ્થ જીવન જીવે છે

ગુજરાતમાં રહેનારા કિંજલબહેન ગુજરાતની પ્રથમ સંભવિત એવી થેલેસેમિયાગ્રસ્ત બહેન છે. જેમને આ જન્મજાત વ્યાધિ હોવા છતાં વિધાતા સામે હામ ભીડી અને પોતાની જીવલેણ પરિસ્થિતિ જાણતા હોવા છતાં ગર્ભધારણ કર્યો હતો. બીજી તરફ તેઓએ સ્વસ્થ બાળકીને જન્મ આપીને જ રહ્યાં હતા. આજે આ બન્ને માતા અને પુત્રી અત્યંત સ્વસ્થ જીવન જીવે છે. કિંજલબહેનનું વ્યક્તિત્વ આ બન્ને દિવસના સંદર્ભમાં અનેક માટે પ્રેરણાનું પ્રતીક બન્યું છે અને આગળ પણ બનતું રહેશે. કિંજલબહેન જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત હતા.

બીમારીના કારણોસર લગ્નમાં આવી અડચણો

બીમારીના કારણોસર તેમના લગ્નમાં ઘણી અડચણો આવી હતી. જો કે સદ્ભાગ્યે તેમને નવિનભાઈ જેવા સમજદાર જીવનસાથી મળ્યા હતા. મુલાકાત બાદ કિંજલબહેને નવિનભાઈને બિમારી વિશે સત્ય જણાવ્યું પણ નવિનભાઈનો કિંજલબહેન સાથે જ લગ્ન કરવાનો અને હંમેશા કિંજલબહેનના જ થઇને રહેવાનો નિર્ણય અફર અને અડગ રહ્યો હતો.પાંચ વર્ષ સુધી બન્નેએ પોતપોતાના પરિવારને મનાવ્યા અને 2017માં બન્નેએ ધામધૂમથી લગ્ન કર્યાં હતા.

માતૃત્વ માટે થઈ કિંજલબહેને દવાઓ લઈ તૈયાર કર્યું પોતાનું શરીર

થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેને દવાઓ લઇને માતૃત્વ માટે શરીર તૈયાર કર્યું હતું. લગ્ન બાદ પતિ નવિનભાઈએ કિંજલબહેનના જીવને બચાવવા માટે બાળક દત્તક લેવાની તૈયારી દર્શાવી પણ આ વાત કિંજલબહેનને મંજૂર નહોતી. બસ પછી તેમને પોતાના સંતાનને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. આખરે કિંજલબહેનની સમજાવટ બાદ નવિનભાઈ તૈયાર થયા. કિંજલબહેને દવાઓ લઇને શરીર માતૃત્વ માટે તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો: 'મધર્સ ડે' પર અમિતાભ બચ્ચને માતા તેજી બચ્ચન માટે ગાયું ગીત, 'મેરી રોટી ગોલાઈ મા, મેરે સચ કી સબ સચ્ચાઈ મા..'

અડગ મનોબળ સાથે સ્વસ્થ બાળકીને આપ્યો જન્મ

આ ઘટના એટલા માટે મહત્વની છે કારણ કે થેલેસેમિયાના કોઇ પણ દર્દીના શરીરમાં હંમેશા લોહીની ઉણપ રહે છે. જેના માટે થઈ અમદાવાદ શહેર પોલીસે જે તે સમયે આ બિડું ઉપાડ્યું હતું. જેમાં દર મહિને થેલેસેમિયાના બાળકો અને દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યો છે. જેમાં કિંજલબહેનને પણ દર થોડા દિવસના અંતરે કોઇને કોઇ દાતાનું લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં પણ કિંજલબહેને ગર્ભધારણ કરી માતૃત્વશક્તિની ભાવનાને ચાર ચાંદ લગાવ્યા હતા. જો કે એટલું જ નહીં પોતાના અડગ મનોબળ સાથે સ્વસ્થ બાળકી નવ્યાને પણ જન્મ આપ્યો.

એક તરફ બાળક સ્તનપાન કરે બીજી તરફ જીવન જીવવા માટે થઈ લોહી ચડતું

એક તરફ કિંજલબહેનને લોહી ચડતું એ જ વખતે જોડે જોડે દિકરીને સ્તનપાન કરાવતા હતા. એક સંતાનને ઉછેરવામાં એક માતાને જે તકલીફ પડે તે બધી જ તકલીફો કિંજલબહેનને પણ પડી રહી હતી. પણ અહીં વાત અલગ છે કેમ કે કિંજલબહેનને થેલેસેમિયા જેવી અતિ ગંભીર સમસ્યા પણ હતી. તેઓ સતત દવાઓ અને સમયાંતરે લોહી ચડાવવા જેવા પડકારોનો સતત સામનો પણ કરીને કિંજલબહેને પોતાની દિકરીને જન્મ આપ્યો હતો. ત્યારે ઘણી વખત તો એવું થતું કે કિંજલબહેન લોહી મેળવવા માટે પોતાની નાની નવ્યાને જોડે લઇને હોસ્પિટલ જતાં જ્યાં એક તરફ કિંજલબહેનને લોહી ચડતું હોય અને બીજી તરફ કિંજલબહેન નવ્યાને જોડે સ્તનપાન કરાવી એક માતા તરીકેની ફરજ પણ સમયાંતરે નિભાવતા હતા.

નવ્યા 2 વર્ષની થઈ ગઈ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે

દેશ અને રાજ્યમાં જ્યારે કોરોનાની મહામારીમાં પણ સરકારની મદદથી કિંજલબહેનને લોહી ચડાવવાની સુવિધા મળી રહી છે. જેનાથી આ મહામારીના સમયમાં પણ કિંજલબહેનને બહુ તકલીફ નથી પડી રહી. આ બધી મુશ્કેલી કિંજલબહેને પાર કરી અને હવે તેમાંથી બહાર પણ આવી ગયા છે. જો કે કેટલાય વર્ષોથી આ મુશ્કેલી સહન કરી રહ્યા હતા. જોકે હવે નવ્યા 2 વર્ષની થઈ ગઈ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.

કોરોના કાળમાં ગુજરાત સરકારે થેલેસેમિયા દર્દીઓ માટે કરેલી મદદ કાબિલેદાદ-ડૉ.અનિલ ખત્રી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની થેલેસેમિયા કમિટિના ચેરમેન અને થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અનિલ ખત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી જ ગુજરાતમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓની તકલીફો શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદમાં આ દર્દીઓ માટે ખુબ જ સુંદર આયોજન કરાયું હતું.

ગુજરાત સરકારની મદદથી ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે

થેલેસેમિયાના દર્દીઓ માટે સૌથી મહત્વનું લોહી હોય છે. ગુજરાત સરકારની મદદથી ખુબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે દરેક બ્લડ બેન્કને વાહનો ફાળવ્યાં જેનાથી રક્તદાતાઓને ઘરેથી લાવવા અને મૂકી જવાનું અને લોહી મેળવવાનું કામ નિર્વિઘ્ને અને સમયસર થવા લાગ્યું છે. ગામડાઓમાં પણ રેડક્રોસ અને સરકારના વાહનોની મદદથી દર્દીને લાવવા અને મૂકી જવાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી.

થેલેસેમિયાની ખૂબ મોંઘી દવા સિવિલ હોસ્પિટલ્સમાં સરકાર વિનામૂલ્યે આપે છે

ડૉ.અનિલ ખત્રી સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમને કહ્યું કે, થેલેસેમિયાની દવા ખૂબ જ મોંઘી હોય છે. જેને સિવિલ હોસ્પિટલ્સમાં સરકાર દવા વિનામૂલ્યે આપે છે. એક તરફ કોરોનામાં સરકારની તમામ હોસ્પિટલ્સ વ્યસ્ત હતી. બીજી બાજુ થેલેસેમિયા દર્દી માટે પણ કોવિડ ઝોનમાં જવું જોખમી હતું. તેથી થેલેસેમિયાના દર્દીઓનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે શરૂઆતથી જ સરકારે ખૂબ મોટી મદદ કરી છે. એક સુંદર વ્યવસ્થા એવી ગોઠવાઇ જેમાં સરકારે આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલથી થેલેસેમિયાની દવા લઇને રેડક્રોસની બ્રાન્ચ ઉપર મૂકી અને એ રીતે થેલેસેમિયાના દર્દી બાળકોને વિના વિઘ્ને અને કોવિડ ઝોનમાં ગયા વગર જ જીવનજરૂરી દવા ઉપલબ્ધ થઈ અને સિવિલના ડોક્ટર્સ ઉપરનો બોજ પણ ઓછો થયો છે.

થેલેસેમિયા મેનેજમેન્ટનું ગુજરાત મોડલ દેશમાં બન્યું સરાહનીય

દેશ અને રાજ્યમાં કોરોના મહામારીના તાંડવમાં પણ ગુજરાત સરકારે પ્રિ-નેટલ ડાયગ્નોસિસમાં ગર્ભવતી મહિલાનું બાળક થેલેસેમિયા મેજર છે કે નોર્મલ છે તે જાણવામાં કોઇ કસર રહેવા દીધી નથી. થેલેસેમિયા મેનેજમેન્ટની દરેક બાબતમાં ગુજરાત સરકારે ખૂબ જ સપોર્ટ આપ્યો છે. ગુજરાત જેવી વ્યવસ્થા દેશના બીજા રાજ્યોમાં પણ ગોઠવાઈ રહી છે એમ ડૉ. અનિલ ખત્રીએ જણાવ્યું હતું.

Last Updated : May 8, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.