ETV Bharat / city

અમદાવાદ આગકાંડઃ CM રૂપાણીએ કલાકો બાદ આપ્યા તપાસના આદેશ, મૃતકના પરિજનોને 4 લાખની સહાય

અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ હવે ફરીથી જ આવો બીજો આગનો બનાવ બન્યો છે. અમદાવાદના પીરાણા રોડ પર આવેલ કાપડના ગોડાઉનમાં આગ લાગવાથી 11 લોકો આગમાં ભડથું થઇ ગયા હતાં. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કલાકો બાદ તપાસના આદેશ સાથે મૃતકના વારસદારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

કાપડ ગોડાઉન આગઃ  સીએમ રૂપાણીએ કલાકો બાદ આપ્યો તપાસનો આદેશ, મૃતકોને 4 લાખની સહાય, જીપીસીબી પણ કરશે તપાસ

author img

By

Published : Nov 4, 2020, 7:48 PM IST

  • અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગની ઘટના
  • સીએમ રૂપાણીએ કલાકો બાદ આપ્યાં તપાસના આદેશ
  • મૃતકોના પરિવારજનોને 4 લાખની આર્થિક સહાય
  • 2 ઉચ્ચ અધિકારીઓ કરશે સમગ્ર ઘટનાની તપાસ
  • જીપીસીબી પણ કરશે અલગથી તપાસ

    ગાંધીનગર : અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જ્યારે સાડા બાર વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચારો વહેતા થયાં હતાં, ત્યારે કેબિનેટ બેઠક બાદ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને આગની જાણ થતાં તેઓએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતાં. સાથે જ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અમદાવાદની કોઈ ફેક્ટરીમાં આગના સમાચાર મળતા જ મેં અધિકારીઓ સાથે વાત કરી એમને ઘટનાસ્થળ પર મોકલવાના આદેશ આપ્યાં છે. જ્યારે અધિકારીઓ તરફથી વળતો જવાબ આવ્યો હતો કે, હાલ ફેક્ટરીમાં અંદર જવાય તેવી પરિસ્થિતિ નથી. અંદર જવા પછી તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગનો મામલે તપાસના આદેશ

  • ગોડાઉનમાં શું ચાલતું હતું એ હજુ બહાર નથી આવ્યું, અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી થશે : એ. વી. શાહ

    અમદાવાદની આગ મામલે ગુજરાત પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ. વી. શાહે જણાવ્યું હતું કે, આજે દુર્ઘટના બની છે તે અત્યંત દુઃખદ ઘટના છે. પ્રાથમિક તપાસમાં આ એક ગોડાઉનમાં આગ લાગી છે. તેમાં શું ચાલતું હતું તે હજી બહાર આવ્યું નથી. જો પર્યાવરણને લગતુ કંઈ હશે તો ચોક્કસ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે. અમારા અધિકારીઓ ઘટનાસ્થળ પર છે. જ્યારે જે રીતના સમાચાર વહેતાં થયાં હતાં કે કેમિકલ ફેક્ટરી બાજુમાં હતી, પરંતુ આવી કોઇ કેમિકલ ફેક્ટરી ન હતી.

  • વડાપ્રધાન મોદીના ટ્વીટ બાદ સીએમ રૂપાણીએ મૃતકોને 4 લાખની સહાય જાહેર કરી

    અમદાવાદની ગોઝારી ઘટનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખદ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા ટ્વીટર મારફતે આપી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જીપીસીબીના ચેરમેન સંજીવકુમાર આગની ઘટનાની તપાસ કરશે તેવા પણ આદેશ આપ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.