ETV Bharat / city

અમદાવાદ શહેરની પોલીસ 24 કલાક કામ કરતી હોવાથી તેમના માટે ટેન્ટ સુવિધા - અમદાવાદ કોરોના સમાચાર

કોરોના વાઈરસ જે રીતે દુનિયાભરમાં પગપેસારો કર્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નોંધનીય છે કે, હાલ 14 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

tent facility for ahmedabad police
અમદાવાદ શહેરની પોલીસ 24 કલાક કામ કરતી હોવાથી તેમના માટે ટેન્ટ સુવિધા
author img

By

Published : Apr 10, 2020, 10:31 PM IST

અમદાવાદ : કોરોના વાઈરસ જે રીતે દુનિયાભરમાં પગપેસારો કર્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નોંધનીય છે કે હાલ 14 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અમદાવાદ શહેર પોલીસની વાત કરીએ તો પોલીસ હાલ 12-12 કલાકની શિફ્ટમાં કામગીરી કરી રહી છે. શહેરમાં જે રીતે કોટ વિસ્તારોમાં કેસ વધ્યા છે, ત્યાં પણ પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં પોલીસની સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. જેને લઈને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સૂચના અને માર્ગદર્શનના આધારે શહેરની તમામ 1800-2000 ગાડીઓ સેનિટાઇઝ કરવામાં આવી રહી છે.લૉકડાઉનમાં પણ પ્રેસ, બેંક, મેડિકલ સ્ટોર સહિતની સેવાઓ ચાલુ જ છે.

tent facility for ahmedabad police
અમદાવાદ શહેરની પોલીસ 24 કલાક કામ કરતી હોવાથી તેમના માટે ટેન્ટ સુવિધા

દિવસે ને દિવસે વધતી જતી આ ગરમીમાં ક્યારેક પોલીસકર્મીઓ ને પૂરતી સુવિધા મળતી નથી તો તેના માટે શહેરના ડોક્ટર નીતિન સુમન શાહે જેટલી પણ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યાં ટેન્ટ બાંધવાની સુવિધા આપવાનું નક્કી કર્યું છે જેમાં પાણી, સેનીટાઈઝર ઉપલબ્ધ રહેશે અને આ ગરમીમાં થોડી ઠંડક મળે તે માટે તેમને ટેન્ટ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કુલ ૬૮ કેટલી જગ્યાએ આ ટેન્ટ બાંધવામાં આવશે જેના લીધે ચોવીસ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ગરમીમાં થોડી રાહત મળી શકે. કેટલાક પોલીસકર્મીઓને ઘરે જવા પણ મળતું નથી અને આ lockdown લોકોને પાલન કરાવવા માટે ડ્યુટી પર જ રહેવું પડતું હોય છે, ત્યારે આ સુવિધા તેમના માટે સારી ગણી શકાય તેમ છે

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય લીધો છે. વધતા કેસોને લઈને આજથી અમદાવાદનો નહેરુબ્રિજ પણ બંધ કરાયો છે. બેરીકેટ્સ અને પતરા મારી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. કોટ વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને જોતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે નહેરુબ્રિજ બંધ કરાયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી નહેરુબ્રિજ બંધ રહેશે. મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મૂકવામાં આવશે. હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ થશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જો કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.