શિયાળાની લાંબી ઇનિંગ બાદ ગુજરાતના તમામ રાજ્યોમાં ગરમીએ પુરજોશથી પોતાની ઈનિંગ શરૂ કરી હતી, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં અસહ્ય ગરમીના કારણે લોકો પરેશાન થઇ ચૂક્યા હતા. ઉત્તર ગુજરાત સાબરકાંઠા સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેના કારણે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે સાથે હિટવેવની પણ આગાહી કરવામાં આવી હતી, ત્યારે બુધવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
અમદાવાદ શહેરમાં તાપમાન બુધવારે 41.9 ડિગ્રી નોંધાયું હતું. 41.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગાંધીનગર શહેરનું તાપમાન 41.2 ડિગ્રી, ડીસાનું તાપમાન 41 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી, રાજકોટ 40.7 ડિગ્રી, બરોડા 40.6 ડિગ્રી, સુરત 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે, લાંબા સમય બાદ રાજ્યના લગભગ તમામ શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.