અમદાવાદઃ ગુજરાત રમખાણ કેસમાં પકડાયેલા તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આ પછી એમને અમદાવાદની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એમને ચોક્કસ શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. આ માટે કેટલીય કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટમાં તિસ્તાના વચગાળાના જામીન માટેની કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. તમામ શરતોના પાલન સાથે તિસ્તાને જામીન આપવામાં આવ્યા છે.
સુપ્રીમમાંથી રાહતઃ તિસ્તા સેતલવાડ અને ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ગુજરાત પોલીસે 2002નાં રમખાણો મામલે ખોટા પુરાવા ઊભા કરવા સહિતના આરોપો અંતર્ગત કેસ નોંધ્યો હતો. જેને લઈને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે રાહત આપતા સેશન્સ કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તિસ્તાની અરજી ધ્યાને લીધી હતી. તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ સુપ્રીમે ચૂકાદો આપ્યો હતો.