ETV Bharat / city

Teachers Protest In Gujarat: શું શિક્ષકો સાથે સરકાર કરી રહી છે ભેદભાવ? 11,000 શિક્ષકો ઉતરશે આંદોલન પર - ગુજરાતમાં ઉપવાસ આંદોલન

11 હજાર શિક્ષકો 4200 ગ્રેડ પે મામલે સરકાર સામે આંદોલન (Teachers Protest In Gujarat) પર ઉતરશે. 3 મેના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરશે. છતાં જો આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો 9 મેથી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવશે.

શું શિક્ષકો સાથે સરકાર કરી રહી છે ભેદભાવ?

author img

By

Published : Apr 26, 2022, 7:43 PM IST

અમદાવાદ: 4,200 ગ્રેડ પે (teacher grade pay in gujarat) મામલો ફરી એકવાર ઉછળતો જોવા મળી રહ્યો છે. આ મામલે 11,000 શિક્ષકો ફરી એકવાર સરકાર સામે આંદોલન (Teachers Protest In Gujarat) પર ઉતરશે. સરકારે 4 મહાનગર પાલિકાના અને 13 નગરપાલિકાના શિક્ષકો (Teachers of Gujarat Municipalities)ને 4,200 ગ્રેડ પે નહીં આપતા હવે શિક્ષકોની ધીરજ ખૂટી છે. હવે 3 મેના દિવસે પ્રતીક રૂપે સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar)માં શિક્ષકો આંદોલન કરશે. સરકાર વાત નહીં સાંભળે તો શિક્ષકોએ 9 મેથી અનિશ્ચિત મુદ્દતનું ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

9 મેથી અનિશ્ચિત મુદ્દતનું ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

વારંવાર રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યું- ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ (primary teachers association gujarat) દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોને પણ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ 5,000–8,000 (4,200 ગ્રેડ પે) મળે તે માટે વારંવાર રજૂઆત કરવા છતા નિવેડો આવ્યો નથી. સરકાર સાથેની મીટિંગો પછી પણ માત્ર રાજકોટ અને જામનગરના શિક્ષકો (Teachers of Jamnagar)ને જ આ લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. જ્યારે રાજ્યની બાકી રહેતી 4 મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ 13 નગરપાલિકાઓ (teachers in Gujarat municipalities)ના કુલ અંદાજીત 11,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી ઉચ્ચતર પગારધોરણનો કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: Ambedkar Jayanti 2022 : શા માટે, રાજ્યના દોઢ લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો કરશે ઘેરાવો

શિક્ષકો એક દિવસના પ્રતિક ધરણા કરશે- આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી 3 મે મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે અંદાજિત 10,000 શિક્ષકો એક દિવસના પ્રતિક ધરણા કરશે. છતાં જો આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો 9 મેથી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલન (upvas andolan in gujarat)નું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: CR Patil In Surat: શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

નગરપાલિકાના શિક્ષકોને વધારો મળ્યો નથી- તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયતના શિક્ષકોને પગાર (Salary to District Panchayat Teachers) વધારો આપી દીધો પણ નગરપાલિકાના શિક્ષકોને વધારો મળ્યો નથી. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. તો શું શહેરી વિસ્તારમાં શિક્ષકોને મોંઘવારી નથી નડતી? દરેક શિક્ષકો એક સરખું કામ કરે છે તો આવો ભેદભાવ કેમ એ એક પ્રશ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.