- ગુજરાત હાઇકૉર્ટના નવનિયુક્ત ન્યાયાધીશોએ લીધા શપથ
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા
- કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ રહ્યા હાજર
અમદાવાદ: ગુજરાત હાઈકૉર્ટ (Gujarat High Court) ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે (Chief Justice Arvind Kumar) 07 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવનિયુક્ત ન્યાયમૂર્તિઓના શપથ ગ્રહણ સમારોહ (Oath-Taking Ceremony)માં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કયા ન્યાયમૂર્તિઓએ લીધા શપથ

જે ન્યાયમૂર્તિઓએ શપથ ગ્રહણ કર્યા તેમાં મોના ભટ્ટ, સમીર દવે, હેમંત પ્રચ્છક, સંદિપ ભટ્ટ, અનિરુદ્ધ માયી, નિરલ મહેતા અને નિશા ઠાકોરનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકૉર્ટ ખાતે યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિ

આ શપથગ્રહણ સમારોહમાં હાઈકૉર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, સુપ્રીમ કૉર્ટના અને હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી રાજુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કોરોના બાદ પ્રથમવાર Gujarat Vidyapith નો 67મો પદવીદાન સમારોહ 9 સ્થળે યોજાયો
આ પણ વાંચો: હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીનું તેડું, હાર્દિક પટેલ બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ