ETV Bharat / city

Diwali 2021: અમદાવાદ ગુરુકુલમાં સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાયો

ભગવાન રામ રાવણનો સંહાર કરી અયોધ્યા પરત ફર્યા ત્યારથી દિવાળી(Diwali)ની શરૂઆત થઈ હતી તેમજ દિવાળી એક આધ્યાત્મિક પાવન પર્વ છે. દિવાળી પર મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવાની પ્રથા છે તેમજ આવી પ્રથા બૌદ્ધ અને યહૂદી ધર્મમાં પણ જોવા મળે છે. અમદાવાદનાં મેમનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ(Swaminarayan Gurukul)માં આજે ભગવાનને અન્નકુટ ધરાવામાં આવ્યો હતો.

Diwali 2021: અમદાવાદ ગુરુકુલમાં દિવાળીનાં પર્વ પર સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાયો હતો

author img

By

Published : Nov 4, 2021, 4:06 PM IST

  • દિવાળીનાં પર્વ પર ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટનો ભોગ ધરાવાયો
  • અમદાવાદના મેમનગર ખાતે આવેલા ગુરુકુળમાં યોજાયો હતો અન્નકૂટ
  • લક્ષ્મીનાં બે પ્રકાર છે, શુભ લક્ષ્મી અને અશુભ લક્ષ્મી

અમદાવાદ : મેમનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ(Swaminarayan Gurukul)માં ભગવાનનાં તેમજ તેમને ધરવામાં આવેલ અન્નકૂટનાં દર્શન કરવા માટે અનેક ભકતો આવ્યા હતાં. લોકોએ દિવાળી(Diwali)ની શુભ શરુઆત ભગવાનની ભક્તિ અને સાનિધ્યમાં આવીને મનને શાંત કરીને કરી હતી. આ અન્નકૂટમાં ભગવાનને મીઠાઈ, ફળ, ફરસાણ, સુકામેવા, શાક, કેક અને દૂધની વાનગીઓ ધરાવામાં આવી હતી. અન્નકૂટનું આયોજન તેમજ શણગાર ગુરુકુળનાં અનુયાયીઓ અને શિષ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

Diwali 2021: અમદાવાદ ગુરુકુલમાં દિવાળીનાં પર્વ પર સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાયો હતો

લક્ષ્મીનાં બે પ્રકારો વિશે જાણો

ગુરુકુળનાં માધવપ્રિયદાસ સ્વામી(Madhavpriyadas Swami) એ જણાવ્યું હતું કે, લક્ષ્મીનાં બે પ્રકાર છે, શુભલક્ષ્મી અને અશુભ લક્ષ્મી. મહેનત કરીને મેળવેલી લક્ષ્મીનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય તે શુભ લક્ષ્મી છે. જ્યારે લક્ષ્મીનો ઉપયોગ વ્યસનોમાં થાય ત્યારે તે અશુભ લક્ષ્મી બને છે. દિવાળીમાં લક્ષ્મીની પૂજા થકી લક્ષ્મીજી વંચિતોના ઘરે પહોંચે તે પણ જોવું જોઈએ. 'શ્રી સવા' એવો શબ્દ વપરાય છે, જેમાં એક રૂપિયા પર 25 પૈસા મળે તેમ વ્યાપાર કરવા સૂચન છે. એટલે કે, વધુ લોભ કરવો નહીં. તેમજ આજનાં ટેકનોલોજીનાં સમયમાં ચોપડા પૂજન જળવાઈ રહ્યું છે, તે સારી બાબત છે. તેમજ સ્વામી એ ફટાકડા નહીં ફોડવા પણ અનુરોધ કર્યો હતો.

દિપ થકી અંતરનો અંધકાર દૂર કરો

માધવપ્રિયદાસ સ્વામી એ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાનને અન્નકૂટ ધરાવવું તે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે. ભગવાન આપણને આખા વર્ષ દરમિયાન જે આપે છે. આપણે તેનો આભાર વ્યક્ત કરવા અન્નકૂટ ધરાવીએ છીએ. ભગવાનની દિવ્ય દ્રષ્ટિ અનાજનાં દોષ હરી લે છે. દીપાવલીમાં અંતરના પ્રેમનાં દીવડાને પ્રગટાવો જોઈએ. ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચાડવું જોઈએ. એટલે જ ગુરુકુળમાં વર્ષ દરમિયાન જેટલા પણ અન્નકૂટ યોજાય છે, તે ગરીબોને વહેંચવામાં આવે છે. પરંતુ દીપાવલીના પર્વે પર યોજાયેલ અન્નકૂટ ભક્તોને પ્રસાદ તરીકે અપાય છે.

આ પણ વાંચો : દિવાળીમાં ફૂલોના ભાવ ત્રણ ગણા છતાં 50 ટકા વધુ વેપાર થયો, જમાલપુરમાં હજારો કિલો ફૂલ વેચાયા

આ પણ વાંચો : સુરતના ઉદ્યોગપતિએ દિવાળી બોનસમાં પોતાના 35 એન્જીનીયરોને આપી ઈ-બાઇક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.