ETV Bharat / city

રસી બની રક્ષક: GTUના કોરોના અંગેના સર્વેમાં સામે આવ્યા રસપ્રદ તારણો - GTU વેક્સિન લેવાની અપીલ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની બાયો સેફટી લેબ દ્વારા હાથ ધરાયેલ સર્વેનું રસપ્રદ તારણ સામે આવ્યું છે. આ તારણમાં રસી કોરોના સામે રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ છે. કારણ કે, આ સર્વે અંતર્ગત વેક્સિન લેનારા 86.6 ટકા લોકો સંક્રમીત થવા છતાં વેક્સિન લીધેલી હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા. આ ઉપરાંત, 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જેથી, વધુમાં વધુ લોકોએ GTU વેક્સિન લેવાની અપીલ કરી રહ્યું છે.

GTUના કોરોના અંગેના સર્વેમાં સામે આવ્યા રસપ્રદ તારણો

author img

By

Published : May 23, 2021, 4:52 PM IST

  • વેક્સિન મેળવેલા 53.33 ટકા લોકો કોરોના પોઝિટિવ થતાં બચ્યા હતાં
  • O પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો સૌથી વધુ 40.34 ટકા સંક્રમિત થયા
  • સૌથી વધુ પોઝિટિવ કેસ 21થી 40 વયજૂથમાં 44.99 ટકા જોવા મળ્યાં

અમદાવાદ: સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (GTU) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.‌ GTU દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીથી લઈને 15મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં.

GTUના કોરોના અંગેના સર્વેમાં સામે આવ્યા રસપ્રદ તારણો

આ પણ વાંચો: અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

86.6 ટકા સંક્રમિત લોકોમાં વેક્સિનના કારણે સામાન્ય લક્ષણો

GTUની‌ બાયોસેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 મહિનાના ડેટા આધારિત સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વય, બ્લડ ગ્રુપ, રિકવરી રેટનો સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ‌ તેમજ વેક્સિન મેળવેલા છે કે નહીં જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યું છે. આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સંક્રમિત થયેલા 86.6 ટકા લોકોએ વેક્સિન મેળવેલા હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવી‌ જોઈએ. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વધુમાં વધુ લોકોને વેક્સિન મેળવવાની અપીલ કરીને GTU અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટને સર્વે માટે અભિનંદન પાઠવ્યા હતાં.​​​​​​​

94.74 ટકા લોકો હોમ આઈસોલેશનથી થયાં સ્વસ્થ

ડૉ. વૈભવ ભટ્ટના જણાવ્યું અનુસાર, અત્યાર સુધી 2368 કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. જેમાંથી 1127 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ સંદર્ભે GTUની બાયો ટેક લેબ દ્વારા પૂર્વવત્ત તૈયારીના ભાગરૂપે સર્વે માટે ટેસ્ટ કરાવવા આવતાં દરેક વ્યક્તિનો ડેટા સંગ્રહિત કર્યો હતો. વિવિધ મુદ્દાઓને સાંકળીને છેલ્લા 3 મહિનાના સમયગાળાનો સર્વે કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત એ સામે‌ આવી છે ‌કે, 94.74 ટકા લોકો હોમ આઈસોલેશનથી જ આ બિમારીને દૂર કરીને સ્વસ્થ થયાં છે.​​​​​​​

આ પણ વાંચો: અમદાવાદમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વેક્સિન લેવા લાઇનો લાગી

કોરોનાની 2જી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં થયાં પોઝિટિવ

સૌથી વધુ પોઝિટિવ કેસ 21થી 40 વયજૂથમાં 44.99 ટકા જોવા મળ્યાં હતાં. જ્યારે 41થી 60 વયજૂથમાં 31.14 ટકા સંક્રમણનું પ્રમાણ‌ જોવા મળતાં દર્શાવે છે કે, કોરોનાની 2જી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં આ બિમારીમાં સપડાયાં છે. 0 થી 10 , 11 થી 20, વયજૂથમાં જોવા જઈએ તો, અનુક્રમે 2.31 ટકા, 10.65 ટકા અને 60થી વધુના વય જૂથમાં 10.91 ટકા પોઝિટિવ આવ્યાં હતાં. ‌20 માર્ચ પછી અનુક્રમે પોઝિટિવ કેસના દરમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો.

O પોઝિટિવ બ્લડ ગ્રુપના 40.34 ટકા લોકો થયા સંક્રમિત

એપ્રિલના પ્રથમ 2 સપ્તાહ પછી 60 ટકા થી પણ‌ વઘુનો ઉછાળો જોવા મળ્યો હતો. જે તાજેતરમાં 10 ટકા જેટલે પહોંચી ગયો છે. એટલે કે, 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. મૃત્યુદર પણ 0.71 ટકા રહ્યો છે. કુલ પોઝિટિવ ટેસ્ટમાંથી 8 દર્દીના મૃત્યુ થયેલ છે. જ્યારે બાકીના 99.29 ટકા દર્દીઓએ આ મહામારીને માત આપી છે. 5.26 ટકા લોકોને વધુ અસરને ધ્યાનમાં રાખીને દવાખાને દાખલ થવાની ફરજ પડી હતી. લિંગ આધારિત રેશિયો જોવા જઈએ તો, પુરૂષમાં 56.43ટકા અને સ્ત્રીમાં 43.57 ટકા પોઝિટિવ કેસ નોંધાયા હતાં. O પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો સૌથી વધુ 40.34 ટકા સંક્રમિત થયા હતાં.​​​​​​​

આ પણ વાંચો: વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ

AB પોઝિટિવ બ્લડ ગ્રુપના 8.59 ટકા થયા પોઝિટિવ

સૌથી ઓછો સંક્રમિત 0.46ટકા સાથે ABનેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો જોવા મળ્યાં હતાં. જ્યારે અન્ય બ્લડ ગ્રુપ જેવા કે, O નેગેટિવ 0.92 ટકા, A પોઝિટિવ 19.63 ટકા, A નેગેટિવ 0.61 ટકા, B પોઝિટિવ 33.28 ટકા, B નેગેટિવ 1.53 ટકા, AB પોઝિટિવ 8.59 ટકા પોઝિટિવ ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું હતું. સરકારશ્રી દ્વારા પણ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે , ત્યારે વેક્સિન મેળવેલાા 86.6 ટકા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં. વેક્સિન મેળવેલા હોવાથી 53.33 ટકા લોકો કોરોના પોઝિટિવ થતાં બચ્યા હતાં. સર્વેમાં જોવા મળ્યાં અનુસાર,‌ 94.74 ટકા લોકોએ ઘરે રહીને જ ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર લઈને સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.