ETV Bharat / city

સુરત ABVP દ્વારા ઉધના સિટીઝન અને DRB કોમર્સ કોલેજમાં ફી ઘટાડવા માટે વિરોધ કરવામાં આવ્યો

રવિવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉધના સિટીઝન કોલેજ અને DRB કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી દ્વારા વધારવામાં આવેલી ફીને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ફી ધટાડાની માગ કરવામાં આવી હતી.

ABVP
ABVP
author img

By

Published : Mar 21, 2021, 10:10 PM IST

  • VNSGU દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો પરિપત્ર
  • કોલેજના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવે છે મેસેજ
  • જો માગ પૂરી ન થાય તો ABVP કરી શકે છે ઉગ્ર આંદોલન

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોમાં ફી ઘટાડવામાં આવી છે. ત્યારે સુરતના જ ઉધના સિટીઝન કોલેજ અને DRB કૉલેજ દ્વારા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ફી ઘટાડવાને લઈને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના તમામ કોલેજોમાં અડધી ફી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઉધના સિટીઝન કોલેજ અને DRB કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે સંપૂર્ણ ફી લેવામાં આવી રહી છે, જેને લઈ શુક્રવારના રોજ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ

કોલેજના સંચાલકો દ્વારા ફીના નિયમનો અમલવારી નથી થઈ રહી

કોરોના મહામારીને કારણે લોકોની રોજગારી બંધ થઇ ગઈ છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટીની તમામ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૂરતા પ્રમાણમાં ફી લેવામાં આવે નહીં અને કોરોના કાળમાં અર્ધી ફી લેવામાં આવશે. ત્યારે સુરતના ઉધના સીટીઝન અને DRB કોમર્સ કોલેજ દ્વારા યુનિવર્સિટીના નિયમોની કોલેજના સંચાલકો દ્વારા ફીના નિયમનો અમલવારી કરવામાં આવતી નથી.

કોલેજ માંગી રહી છે સંપૂર્ણ ફી

જૈલિન પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ઉધના સીટીઝન કોલેજના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને ફી અંગેના મેસેજ કરવામાં આવે છે, જયારે યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ધંધો રોજગારી ગુમાવી બેઠેલા પરિવારના વિદ્યાર્થીઓ પાસે અર્ધી ફીસ લેવામાં આવે પરંતું કૉલેજના સંચાલકો દ્વારા એમ કહેવામાં આવ્યું રહ્યું છે કે, જેમની પણ ફી બાકી હોય તેમણે તાત્કાલિક ફી ભરવી, પણ ઘર ચલાવનાર પાસે પૈસા ન હોય તો તે કઇ રીતે ભરી શકે. જો કોલેજ દ્વારા યુનિવર્સિટીની ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવે તો ABVP દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો:વડોદરા એમ.એસ યુનિવર્સિટી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.