ETV Bharat / city

સુપ્રીમ કોર્ટે સાબરમતી આશ્રમ પુનઃવિકાસ યોજના કેસમાં ગુજરાત સરકારને આપ્યો ઝટકો - સુપ્રીમ કોર્ટમાં તુષાર ગાંધીની અરજી

સુપ્રીમ કોર્ટે સાબરમતીમાં ગાંધી આશ્રમના (Sabarmati Ashram Redevelopment Scheme Case) પુનઃવિકાસ યોજનાનો કેસ ફરી (Supreme Court on Sabarmati Ashram) ખોલ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે ઝટકો (Supreme Court tweaks Gujarat government) આપ્યો છે. યોજના વિરુદ્ધ મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી (Tushar Gandhi's petition in Supreme Court ) પર હવે ફરી સુનાવણી થશે.

સાબરમતી આશ્રમ પુનઃવિકાસ યોજના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપ્યો ઝટકો

author img

By

Published : Apr 1, 2022, 3:08 PM IST

Updated : Apr 1, 2022, 4:30 PM IST

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે સાબરમતીમાં ગાંધી આશ્રમની પુનઃવિકાસ યોજનાનો કેસ (Sabarmati Ashram Redevelopment Scheme Case) ફરીથી ખોલ્યો છે. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો (Supreme Court on Sabarmati Ashram) લાગ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની (Tushar Gandhi's petition in Supreme Court ) આ યોજના વિરુદ્ધની અરજી પર ફરીથી સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટ હવે તેની નવેસરથી સુનાવણી કરશે. રિડેવલપમેન્ટ પ્લાન સામેની અરજીને ફગાવી દેવાના હાઈકોર્ટના 2021ના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે (Supreme Court on Sabarmati Ashram) હાઈકોર્ટને આ મામલે ફરી સુનાવણી કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે ગુજરાત સરકારનો પક્ષ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપવો જોઈએ.

આ પણ વાંચો- Hijab Controversy: મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત, કોર્ટના નિર્ણય વિરુદ્ધ જશે સુપ્રીમ કોર્ટ

હાઈકોર્ટે આ મામલે સરકાર પાસેથી માગી હતી એફિડેવિટ - જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું હતું કે, તેમનું માનવું છે કે, હાઈકોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી એફિડેવિટ પણ માગ્યું નથી. તેથી આ મામલો ફરીથી ખોલવો (Supreme Court on Sabarmati Ashram) જોઈએ. હાઈકોર્ટે આ મામલે ફરી સુનાવણી કરવી જોઈએ અને પક્ષકારોને સાંભળવા જોઈએ. અમે આ બાબતની યોગ્યતા પર ટિપ્પણી કરી રહ્યા નથી.

હાઈકોર્ટે જલ્દી સુનાવણી કરી ચૂકાદો આપવો જોઈએ - સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટે આ મામલે જલ્દી સુનાવણી કરીને ચૂકાદો આપવો જોઈએ. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરીશું. ગુજરાત હાઈકોર્ટને (Supreme Court on Sabarmati Ashram) આ અરજીને ફાસ્ટ ટ્રેક કરવા માટે કહેવામાં આવે. ત્યાં સુધી પુનઃવિકાસ અટકાવવો જોઈએ. તુષાર મહેતાએ કહ્યું કે હું HCને વિનંતી કરીશ કે તે પ્રાથમિકતાના ધોરણે લે.

આ પણ વાંચો- ક્યારેય કલ્પના નહોતી, 'નૈતિકતા'નું ધોરણ આટલું નીચું જઈ શકે ? : સુપ્રીમ કોર્ટ

ટ્રસ્ટીઓની સુનાવણીની જરૂર હોવાની અરજદારની રજૂઆત - અરજદાર ઈન્દિરા જયસિંહે કહ્યું હતું કે, ટ્રસ્ટીઓની સુનાવણીની જરૂર છે. કારણ કે, આ મામલો ટ્રસ્ટના આદેશ હેઠળ આવે છે. યોગ્યતા અને ખામીઓના આધારે તમને સંબોધતા નથી. મહાત્મા ગાંધીજીના વારસાને (Sabarmati Ashram Redevelopment Scheme Case) આજના સમયમાં જીવંત રાખવો એ ટ્રસ્ટનો આદેશ છે. ગુજરાત સરકારે કહ્યું કે, સરકાર ટ્રસ્ટના અસ્તિત્વ પ્રત્યે સંપૂર્ણ રીતે સભાન છે, પરંતુ HCને તે વિનંતી સાંભળવા દો. ખરેખર મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi's petition in Supreme Court) ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ - સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગ પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં સુનાવણી કરવા સંમત થઈ હતી. તુષાર ગાંધીએ (Tushar Gandhi's petition in Supreme Court) ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. હાઈકોર્ટે 25 નવેમ્બર 2021ના રોજ તુષારની અરજી ફગાવી દીધી હતી. તુષાર કહે છે કે, આ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમની ભૌતિક રચનાને (Sabarmati Ashram Redevelopment Scheme Case) બદલી નાખશે અને તેની પ્રાચીન સાદગીને બગાડશે.

રૂપિયા. 1200 કરોડના ખર્ચે વર્લ્ડ ટુરિસ્ટ પ્લેસ બનાવાશે - અમદાવાદમા સાબરમતી આશ્રમમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. જેમાં સાબરમતી આશ્રમને વિશ્વ કક્ષાનું ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાની યોજના છે. તે વખતે જાહેર કરાયું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટનું કામ હાથ ધરાશે. પણ આ રૃડેવલપમેન્ટનો ગાંધીવાદીઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગાંધી આશ્રમને વર્લ્ડ ટુરિસ્ટ પ્લેસ બનાવવાને બદલે જેટલા પૈસા ગરીબો માટે ખર્ચાવા જોઈએ. રીડેવલપમેન્ટનો વિરોધ કરવા માટે ગાંધી આશ્રમ આંદોલન કાર્યવાહક સમિતિની રચના કરાઈ છે.

ગાંધી આશ્રમનું સંચાલન સરકાર હસ્તક જતુ રહેશે? - અમદાવાદના સાબરમતી આશ્રમને તેના મુળ સ્વરૂપમાં અને ગાંધી મુલ્ય મુજબ યથાવત રાખવા માટે ગાંધીવાદીઓ માંગ કરી રહ્યા છે. સરકાર આમ રી-ડેવલપમેન્ટ કરીને ગાંધી આશ્રમનું સંચાલન પોતાના હસ્તક લેવા માંગે છે. ગાંધીવાદીઓએ આનો વિરોધ કર્યો છે. અને રી-ડેવલપમેન્ટ પ્લાન પરત ખેંચવા માગ કરી છે.

ગુજરાત સરકારની હાઈકોર્ટમાં રજૂઆત - ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે ગાંધી આશ્રમના મુખ્ય એરિયામાં કે જે 1 એકર સુધીના વિસ્તારમાં ફેલાયેલ છે, તેમાં કોઈ ડેવલપમેન્ટ નહી થાય, તે મુળ સ્થાન રહેશે. પણ તેની આસપાસના 55 એકરની જગ્યાને ડેવલપ કરાશે. જેથી વિશ્વમાં તેની નામના થાય. રી-ડેવલપમેન્ટમાં ગાંધીજીના વિચારોને આધીન જ ફેરફાર થશે, તેનાથી ગાંધી વિચારનો વધુ ફેલાવો થશે.

સરકારે ફંડિંગ એજન્સી તરીકે કામ કરવું જોઈએ તેવી માંગ - અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે કોઈપણ ગાંધી આશ્રમમાં અત્યાર સુધી સરકારનું સંચાલન રહ્યું નથી અને આવી રીતે ટેકઓવર કરી જરૂરી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું નથી. આ સિવાય જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો તેની કામગીરી અને આયોજન ગાંધીજીની સંસ્થાઓ જેવી કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન મેમોરીયલ ટ્રસ્ટ, ખાદી ગ્રામ ગ્રામ ઉદ્યોગ પ્રયોગ સમિતિ હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ હરિજન સેવક સંઘ જેવી સંસ્થાઓ થકી થવી જોઈએ. તેમણે અરજીમાં રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફડિંગ માટેની એજન્સી તરીકે કામ કરવું જોઈએ.

Last Updated : Apr 1, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.