અમદાવાદ: રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત (Trains In Gujarat)ના જુદા-જુદા શહેરો અને અન્ય રાજ્યો વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train 2022) વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ અને કાનપુર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ- ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (Ahmedabad - Kanpur Central Special Train) તારીખ 05 એપ્રિલ 2022થી 28 જૂન 2022 સુધી દર મંગળવારે અમદાવાદથી 15:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:55 કલાકે કાનપુર સેન્ટ્રલ (kanpur central railway station) પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ તા.04 એપ્રિલ 2022થી 27 જૂન 2022 સુધી દર સોમવારે કાનપુર સેન્ટ્રલથી 15:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ સ્ટેશન્સ પર કરશે હોલ્ટ- આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સિકરી, આગ્રા ફોર્ટ, ટુંડલા અને ઇટાવા સ્ટેશનો પર હોલ્ટ કરશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ (summer special train facilities) હશે.
બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન- ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ - અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ (bandra to ajmer special train) ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર બુધવારે 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.00 કલાકે અજમેર પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી 15 જૂન, 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09040 અજમેર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (bandra ajmer superfast special train) અજમેર જંક્શનથી દર ગુરુવારે ઉપડશે. પ્રસ્થાનનો સમય 23.45 કલાકે અને બાંદ્રા ટર્મિનસ પર બીજા દિવસે 15.45 કલાકે પહોંચશે. આ ટ્રેન 21મી એપ્રિલથી 16મી જૂન, 2022 સુધી ચાલશે.
આ પણ વાંચો: Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી
આ સ્ટેશન્સ પર દોડશે- આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા જંકશન, અમદાવાદ જંકશન, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંકશન બંને દિશામાં દોડશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. તો 14 એપ્રિલથી ભાવનગર-બાંદ્રા વચ્ચે પણ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન (bhavnagar bandra special train) દોડશે. આ ટ્રેનના જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ આપવામા આવશે.
ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ- ટ્રેન નંબર 09454 (ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ) 14મી એપ્રિલ, 2022થી 26મી મે, 2022 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશન (Bhavnagar Terminus Station)થી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09453 (બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ) 15મી એપ્રિલ, 2022થી 27મી મે, 2022 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી સવારે 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ સ્ટેશન્સ પર ઊભી રહેશે- આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ શામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે.
આ પણ વાંચો: Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે
બાંદ્રા ટર્મિનસ - બાડમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન- ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ - બાડમેર સાપ્તાહિક વિશેષ ટ્રેન (Barmer Weekly Special Train) દોડશે અને 24 ટ્રીપ્સ કરશે. ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ - બાડમેર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.45 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 1લી એપ્રિલ, 2022થી 17મી જૂન, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09038 બાડમેર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે બાડમેરથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 2 એપ્રિલ, 2022થી 18 જૂન, 2022 સુધી ચાલશે.
ટ્રેન એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચથી આરક્ષિત- આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદરી, બાલોત્રા જંક્શન બંને દિશામાં દોડશે. આ ટ્રેન એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેન હશે.
તેજસ ટ્રેન પણ અઠવાડિયામાં 06 દિવસ ચાલશે- અમદાવાદ અને મુંબઇ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન (ahmedabad mumbai tejas train) પહેલા અઠવાડિયામાં 05 દિવસ ચાલતી હતી જે હવે 06 દિવસ ચાલશે. ફક્ત ગુરુવારે બંધ રહેશે. આ તમામ ટ્રેનોનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વધુ માહિતી માટે રેલવેની ઓફિસિયલ વેબસાઈટ યાત્રીઓએ જોવાની રહેશે.