ETV Bharat / city

Suicide Case in Ahmedabad 2022 : પુત્રની આત્મહત્યા મુદ્દે પુત્રવધૂ અને પૌત્ર વિરુદ્ધ વૃદ્ધ સસરાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં પત્ની અને દીકરાના અત્યાચારના કારણે પતિ- પિતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આત્મહત્યા (Suicide Case in Ahmedabad 2022) કરનાર જગદીશભાઈના પિતાએ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Suicide Case in Ahmedabad 2022 : પુત્રની આત્મહત્યા મુદ્દે પુત્રવધૂ અને પૌત્ર વિરુદ્ધ વૃદ્ધ સસરાએ નોંધાવી ફરિયાદ
Suicide Case in Ahmedabad 2022 : પુત્રની આત્મહત્યા મુદ્દે પુત્રવધૂ અને પૌત્ર વિરુદ્ધ વૃદ્ધ સસરાએ નોંધાવી ફરિયાદ
author img

By

Published : Feb 4, 2022, 7:36 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે જેમાં એક પત્ની અને તેના દીકરાના અત્યાચારના કારણે પતિ એવા પિતાએ પોતાનું જીવન (Suicide Case in Ahmedabad 2022) ટૂંકાવી દીધું. જે મામલે પિતાએ તેની પુત્રવધૂ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ પોલીસે ફરાર પુત્રવધૂ અને પૌત્રને શોધવા ચક્રો ગતિમાન કર્યાં

મૃતકના પિતાએ પુત્રવધુ અને પૌત્ર સામે ફરિયાદ નોંધાવી

સામાન્ય રીતે પતિપત્ની વચ્ચે તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતાં પત્ની મોટાભાગે જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે. પણ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે પતિ એવા પિતાએ જીવન (Suicide in a family conflict) ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં મૃતકના પિતા અને પુત્રવધૂના સસરાએ પુત્રવધૂ અને તેના પૌત્ર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે ફરિયાદમાં સસરાએ પુત્રવધૂ અને તેના પૌત્ર પર પુત્રને આત્મહત્યા (Suicide Case in Ahmedabad 2022) કરવા પ્રેરવા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે પુત્રવધૂ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા અને પતિ પાસે વાસણ ધોવડાવવા સહિતના કામ કરાવતાં. તો વધુમાં પુત્ર તેના પિતાને મળે તો કેમ મળવા ગયો તેમ કહી લાફા પણ મારતો અને ઘરથી બહાર કાઢી મૂકતાં હતાં. જેથી કંટાળી પતિ જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું. સસરાએ તેની પુત્રવધૂ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે.

26 જાન્યુઆરીએ જગદીશભાઈનો મૃતદેહ મળ્યો

સરદારનગરમાં રહેતા મૃતક જગદીશ રામસિંધાની અને જેની સામે પોલીસ ફરિયાદ થઈ છે તે પત્ની વિનાબેનના લગ્ન 1998 પહેલાં થયાં હતાં. લગ્ન દરમિયાન તેઓને દિનેશ નામનો એક પુત્ર છે. જેની ઉંમર 20 વર્ષ ઉપરની છે. જેઓ અલગ રહેતાં અને તેમનું જીવન સુખમય ચાલતું. પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો. અને તેમાં 2019 થી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી. જોકે સસરાએ મકાન તેના પુત્રના નામે કર્યું. બાદમાં પણ પત્નીનો ત્રાસ યથાવત રહ્યો. એક વિગત એવી પણ સામે આવી કે પતિ પાસે પત્ની ઘરના તમામ કામ કરાવતી. જોકે તેની જાણ જગદીશના પિતાને ન હતી. પણ જ્યારે જગદીશે તેના પિતાને તે મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહીને પતિને લાફા માર્યા. તો પુત્રએ પણ માતાનો સાથ આપ્યો. જે ઘટના 20 જાન્યુઆરીએ બની. તે દિવસે લાફો મારી પતિને ઘરમાંથી કાઢી મુકતા પતિ જગદીશ ઈન્દિરાબ્રિજ ગયો અને સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન (Suicide Case in Ahmedabad 2022) ટૂંકાવ્યું. જે બાદ 26 જાન્યુઆરીએ મૃતદેહ (Suicide in a family conflict) મળી આવ્યો. મૃતકના પિતાના આક્ષેપ અને એક રેકોર્ડિંગ સાથે તેઓએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પુત્રવધૂ અને પૌત્ર સામે ફરિયાદ કરતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રવધૂ અને પૌત્ર ફરાર

હાલમાં તો સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે એક પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તો પોલીસે પુત્રવધૂ અને પૌત્રને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જે ઘટનામાં આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.