- અમદાવાદમાં ડૉક્ટરે કરી રેર ઓફ ધ રેર સર્જરી
- ગર્ભમાં નહીં પરંતુ આંતરડા પર થયો બાળકનો વિકાસ
- 7 માસ આંતરડા પર વિકસિત થયેલ બાળકની થઈ ડિલિવરી
અમદાવાદ: ડૉકટર ભગવાનનું સ્વરૂપ હોય છે, તેવું લોકોનું માનવું છે. જે સાબીત કરતા અનેક કિસ્સા પણ સમયાંતરે સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો અમદાવાદની હૉસ્પિટલમાંથી સામે આવ્યો છે. જેમાં ડૉકટર દ્વારા રેર ઓફ ધ રેર સર્જરી કરવામાં આવી હતી અને આંતરડા પર વિકસિત થયેલા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી.
અમદાવાદના ડૉકટર પાસે સારવાર કરાવતા સમયે જાણ થઇ હતી
ખેડા જિલ્લાના એક ગામની 30 વર્ષીય પરિણીતા ગર્ભવતી હોવાને કારણે નિયમિતપણે ડૉકટર તપાસ કરાવવા માટે જતી હતી. ત્યારે આ પરિણીતાને ડૉકટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેમની સ્થિતિ સામાન્ય નથી, માટે તેમને અમદાવાદ જઇને અને ઈલાજ કરાવે. જે બાદ પરિણીતા અમદાવાદની હૉસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે તેમનું બાળક ગર્ભમાં નહીં પણ આંતડામાં વિકાસી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
કેવી રીતે બાળકનો આંતરડામાં થયો વિકાસ?
ડૉકટરે જ્યારે ગર્ભવતી મહિલાની આરોગ્ય તપાસ કરતા જાણવા મળ્યું કે, બાળક ગર્ભમાં નહીં, પરંતુ આંતરડામાં વિકસી રહ્યું છે. સ્ત્રીના ફેલોપિયન બીજમાં શુક્રાણુ પ્રવેશતા ગર્ભ ફલિત થયો હતો, જે બાદ ગર્ભ ગર્ભાશયની દીવાલ તોડીને મોટા આંતરડા પર ચોંટી ગયો હતો.
7.5 મહિના જેટલો સમય ગર્ભ આંતરડા પર રહ્યો
ગર્ભ દીવાલ તોડીને આંતરડા પર ચોંટી જતા સામાન્ય સંજોગોમાં ગર્ભ લાંબા સમય સુધી રહે તેવી શક્યતા હોતી નથી. તેમ છતાં સદનસીબે આ કિસ્સામાં ગર્ભને આંતરડામાંથી પોષણ મળતું રહ્યું અને 7.5 મહિના જેટલો સમય પોષણ મેળવ્યા બાદ બાળકની ડિલેવરી કરવામાં આવી હતી.
શા માટે રેર ઓફ રેર અને જટિલ સર્જરી ગણાય છે?
આ સર્જરી મેડિકલના ઇતિહાસમાં 1965 બાદ સમગ્ર વિશ્વમાં 108 જેટલી થઈ છે. જેમાં બાળકોનો મહામુસીબતે બચ્યા છે. બાળકની ડિલિવરી કરનારા ડૉકટર તેજસ દવેએ અગાઉ વર્ષ 1995-96માં આ પ્રકારની સર્જરી કરી હતી, જે બાદ 19 વર્ષ બાદ ફરી એક વાર સર્જરી કરી હતી. આ બાળકની ડિલિવરી બાદ માતા અને બાળક બન્નેની હાલત સારી છે. બાળક સમય કરતાં વહેલા જન્મ્યું હોવાથી તેને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.