ETV Bharat / city

અયોધ્યમાં રામમંદિરના ભૂમિ પૂજન, અમદાવાદમાં ચુસ્ત પોલોસ બંદોબસ્ત - સંવેદનશીલ વિસ્તારો

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે, ત્યારે દેશભરના લોકો ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ દેશના લોકોને આ ખુશી મળી છે. અયોધ્યમાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં પોલોસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

etv bharat
etv bharat
author img

By

Published : Aug 5, 2020, 11:31 AM IST

અમદાવાદઃ અયોધ્યામાં આજે રામ મંદિર ભૂમિ પૂજન હોવાથી તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને અમદાવાદમાં પોલોસનો ચુસ્ત બંદોબસ્ત

અયોધ્યામાં રામ જન્મભૂમિનું પૂજન કરવામાં આવશે. અમદાવાદમાં પણ કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન કોઈપણ અરાજકતા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને એટીએસની વિવિધ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પરથી મંગળવાર રાતથી જ ચેકિંગ વધારી દેવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ પણ બનાવ ન બને તે માટે પોલીસ સક્રિય રહેશે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ખડેપગે રહીને સંવેદનશીલ વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.