ETV Bharat / city

GST વિભાગની વેપારીઓ દ્વારા 171 કરોડની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેતાં કડક કાર્યવાહી - કડક કાર્યવાહી હાથ

વેપારીઓ ITC કરતાં GSTR- 3Bમાં વધારે ITC ક્લેઈમ કરતા હોવાથી વર્ષના ચાલુ ક્વાર્ટર દરમિયાન સરકારી તિજોરીને 171 કરોડ રૂપિયા જેટલી ખોટ પડી છે. આથી, જીએસટી વિભાગે આ બાબત ધ્યાને આવતા ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ( ITC ) ભોગવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ લેતાં કડક કાર્યવાહી

author img

By

Published : Aug 12, 2021, 8:26 PM IST

  • જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી
  • ITC કરતાં વધારે ક્રેડિટ મેળવતાં હતા વેપારીઓ
  • આવા વેપારીઓના કારણે સરકારી તિજોરીને નુકસાન

અમદાવાદ : GSTR 2 માં દર્શાવેલા ઈનપુટ ટેક્સ ક્રેડિટ વધુ મેળવતા વેપારીઓ વિરુદ્ધ મુખ્ય રાજ્ય વેરા કમિશ્નર કચેરીએ કડક કાર્યવાહી કરી છે. ITC અંગેની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેમને ઉપલબ્ધ ITC કરતા GSTR- 3Bમાં વધારે ITC ક્લેઈમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતા ઓછી રકમ ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી તિજોરીને નુકસાન થાય છે.

99 વેપારીઓ પૈકી 78 વેપારીઓ મળ્યા નથી

આ નુકસાન અટકાવવા માટે વિભાગ દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યો છે. આ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણના આધારે ITCનો ખોટો ક્લેઈમ કરનાર 99 વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળ્યા નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાય છે અને તેઓ બિલીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી તેમના અગાઉના વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિક રાજ્ય વેરા કમિશ્નર હસમુખ પ્રજાપતિ(વહીવટ)એ એક યાદીમાં જણાવ્યું છે.

એકાઉન્ટ સીઝ સહિત કાયદાકીય પગલા

ખોટી રીતે ક્રેડિટ લેતા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સીઝ કરવા સહિતના બીજા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.